રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના એક નિવેદને દેશના રાજકારણને ગરમાવી દીધો છે. જેણે નવી ચર્ચા પણ જગાવી દીધી છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ''જ્યારે કોઈ નેતા 75 વર્ષના થાય છે, ત્યારે તેમણે સન્માન સાથે પાછળ હટવું જોઈએ અને નવી પેઢીને તક આપવી જોઈએ''.
રાજકીય ગલિયારીઓમાં ચર્ચા
તેમણે આ વાત RSSના ભૂતપૂર્વ વિચારકની યાદમાં કહી હતી, પરંતુ તેનો સમય અને શબ્દો એવા હતા કે સમગ્ર રાજકીય ગલિયારીઓમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સંકેત આપ્.યા હતા, જેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં 75 વર્ષના થશે. શું આ માત્ર સમામાન્ય વાત હતી કે, પછી RSS તરફથી કોઈ ઊંડો સંદેશ? હવે આ પ્રશ્ન પર રાજકારણ ગરમાયું છે.
વિપક્ષી નેતાઓએ શું કહ્યું?
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કટાક્ષ કર્યો, "મોદીજીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને જસવંત સિંહ જેવા નેતાઓને 75 વર્ષની ઉંમર વટાવી દીધા પછી નિવૃત્ત કર્યા. હવે જોવાનું એ છે કે શું તેઓ પોતાના પર પણ આ જ નિયમ લાગુ કરે છે?"






