Home International Rss Chief Mohan Bhagwat Reply On Can Muslims Join Rss In Varanasi Offbeatstories

શું હવે મુસ્લિમ RSS જોઈન કરશે? : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વડા મોહન ભાગવતે મૂકી શરત

શું હવે મુસ્લિમ RSS જોઈન કરશે?
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 10:22 AM IST

તાજેતરમાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત વારાણસીની 4 દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન સ્વયંસેવકે તેમને સવાલ કર્યો કે શું મુસ્લિમ RSS  જોઈ્ન કરી શકશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે જે મુસ્લિમો ભારત માતા કી જયના ​​નારા અને ભગવા ઝંડાનું સન્માન કરે છે તે શાખામાં જોડાઈ શકે છે. 

આરએસએસનાં વડા રવિવાર 6 એપ્રિલ 2025ની સવારે વાસ્તવમાં વારાણસીમાં મોહન ભાગવત લાજપત નગર કોલોનીમાં આરએસએસની શાખામાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જ્ઞાતિના ભેદભાવને દૂર કરવા, પર્યાવરણ અને અર્થતંત્ર સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી અને એક મજબૂત સમાજની સ્થાપનાની વાત કરી હતી. આ કાર્યક્રમમાં, એક સ્વયંસેવકે આરએસએસના વડાને પૂછ્યું કે શું મુસ્લિમો આરએસએસમાં જોડાઈ શકે છે, જેનો આરએસએસ વડાએ જવાબ આપતાં જણાવ્યું કે, 'સર્વ ભારતીયોનું શાખા (RSS)માં સ્વાગત છે, પરંતુ આ માટે એક જ શરત છે કે શાખામાં સામેલ થવા આવનાર દરેક વ્યક્તિએ ભારત માતા કી જયના ​​નારા લગાવવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ અને ભગવા ધ્વજ પ્રત્યે આદર દર્શાવવો જોઈએ.' મોહન ભાગવતના આ જવાબની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.


તમામ સંપ્રદાય અને ધર્મનાં લોકોનું શાળામાં સ્વાગત છે

ભારતમાં ભલે લોકો અલગ-અલગ ધર્મ ધરાવતા હોય, પરંતુ દરેકની સંસ્કૃતિ એક જ છે. તેમણે કહ્યું કે ભારતના તમામ ધર્મ, સંપ્રદાય અને જાતિના લોકોનું દરેક શાળામાં સ્વાગત કરવામાં આવ્યું છે. ઉપરાંત અહીં તેમણે વિદ્વાનો સાથે ભારતને વિશ્વ લીડર બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે સખત મહેનત કરવાની વાત કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,