Home Gujarat Rs 20 Lakh Looted At Gunpoint In Sanand

સાણંદમાં બંદૂકનાં નાળચે રૂ.20 લાખની લૂંટ : નાણાં ભરેલી બેગ લૂંટીને બાઈક ચાલક ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

સાણંદમાં બંદૂકનાં નાળચે રૂ.20 લાખની લૂંટ
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2026, 06:36 AM IST

અમદાવાદ જિલ્લાના સાણંદ વિસ્તારમાં બંદૂકની નાળચે રૂ. 20 લાખથી વધુની લૂંટની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. સાણંદના ગીબપુરા ગામ નજીક આંગડિયા પેઢીના એક કર્મચારી પાસેથી નાણાં ભરેલી બેગ લૂંટીને બાઈક પર આવેલા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. લૂંટનો ભોગ બનેલા કર્મચારી ફારૂક મજીદભાઈ ગનીયાણી સાણંદ ખાતે આવેલી આંગડિયા પેઢીની ઓફિસમાંથી રોકડ નાણા લઈને સરખેજ ખાતે આવેલી બીજી ઓફિસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી.

સાણંદમાં બંદૂકનાં નાળચે રૂ. 20લાખની લૂંટ

મળતી માહિતી મુજબ, ફારૂકભાઈ કાળા રંગના બેગમાં આશરે 20થી 25 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને સુઝુકી એક્સેસ સ્કૂટર પર સાણંદથી સરખેજ તરફ જઈ રહ્યા હતા. ગીબપુરા ગામથી થોડું આગળ રોડ પર કાળા રંગની પલ્સર મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમો, જેમણે મોઢા પર બુકાની બાંધી હતી, તેમણે અચાનક ફારૂકભાઈને રોક્યા હતા. તેમામાંથી એક ઇસમે સુઝુકી એક્સેસ આગળ પગ મૂકી સ્કૂટર અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ફારૂકભાઈ રોડ પર પડી ગયા હતા. આ સમયે પલ્સર પર આવેલા અન્ય ઇસમે બંદૂક બતાવી ધમકી આપી ફારૂકભાઈ પાસેથી રોકડ નાણાં ભરેલો બેગ ઝૂંટવી લીધો હતો અને ત્રણેય લૂંટારૂઓ બાઈક પર બેસીને સરખેજ તરફ ફરાર થઈ ગયા હતા.

સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી

ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને લૂંટારૂઓને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે. વિસ્તારમાં થયેલી આ ગંભીર લૂંટની ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર