Vaibhav Suryavanshi : ભારતીય ક્રિકેટ જગતમાં જ્યારે પણ કોઈ નવી પ્રતિભા ઉભરી આવે છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. હાલમાં જ 15 વર્ષના યુવાન બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ફક્ત ફેન્સને જ નહીં, પણ IPL ની મોટી ફ્રેન્ચાઈઝીઓને વિચારતા કરી દીધા હતા. રાજસ્થાન રોયલ્સ (RR) ટીમે આ યુવા ખેલાડીની ક્ષમતા પર એટલો ભરોસો મૂક્યો હતો કે, તેને ટીમમાં સામેલ કરવા માટે કરોડો રૂપિયાનું ખાસ બજેટ અલગ રાખ્યું હતું.
રાજસ્થાન રોયલ્સની ખાસ રણનીતિ
રાજસ્થાન રોયલ્સની ટીમે IPL 2025 ના મેગા ઓક્શન પહેલા જ વૈભવની પ્રતિભા ઓળખી લીધી હતી. ટીમના મેનેજમેન્ટને વૈભવ પર એટલો વિશ્વાસ હતો કે, તેમણે ઓક્શન ટેબલ પર જતાં પહેલા જ વૈભવ સૂર્યવંશી માટે 10 કરોડ રૂપિયાનું બજેટ અલગથી ફાળવીને રાખ્યું હતું. જોકે, ઓક્શનમાં વૈભવ સૂર્યવંશીની બોલી માત્ર 1.1 કરોડ રૂપિયા સુધીની રહી હતી, જે રાજસ્થાનની ટીમ લગાવી હતી. અને IPL 2024 માટે વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સની ટીમમાં જોડાયો હતો. આ ખુલાસાએ સાબિત કરી દીધું છે કે, વૈભવ સૂર્યવંશી ભવિષ્યના સમયમાં ટીમ ઈન્ડિયા અને IPL નો એક મોટો સુપરસ્ટાર બનશે. જેની રાજસ્થાનની ટીમ અને મેનેજમમેન્ટને આશા છે.
નાની ઉંમરે રચ્યા ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ ખૂબ જ નાની ઉંમરે મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. તેને માત્ર 12 વર્ષની ઉંમરે બિહાર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. 13 વર્ષની ઉંમરે તે IPL ઓક્શનનો ભાગ બન્યો અને 14 વર્ષની ઉંમરે માત્ર 35 બોલમાં સેન્ચુરી ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા. હાલમાં અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઈંગ્લેન્ડની અંડર 19 ટીમ સામે તેને માત્ર 80 બોલમાં 175 રનની ધમાકેદાર ઈનિંગ રમીને 'પ્લેયર ઓફ ધ મેચ' અને 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' નો એવાર્ડ પણ જીત્યો હતો.
આ પણ ખાસ વાંચો : વૈભવ સૂર્યવંશી માટે ખુલશે ટીમ ઈન્ડિયાના દરવાજા! : 27 માર્ચે વૈભવ સૂર્યવંશીના જીવનમાં આવશે મોટો બદલાવ!
ટ્રાયલ્સમાં દિગ્ગજોને યાદ અપાવ્યા
રાજસ્થાન રોયલ્સના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ જુબિન ભરુચાએ જણાવ્યું કે, ઓક્ટોબર 2024 માં યોજાયેલી ટ્રાયલ દરમિયાન જ વૈભવ સૂર્યવંશીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોઈને તેમને યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન જેવા ખેલાડીઓની યાદ આવી ગઈ હતી. તેની રમવાની સ્ટાઇલ અને આત્મવિશ્વાસ જોઈને મેનેજમેન્ટે તેને તરત જ સિલેક્ટ કરી લીધો હતો.
157 KPH ની ઝડપે સિક્સર
ટ્રાયલ દરમિયાન વૈભવની અસલી કસોટી હાઈ સ્પીડ બોલર્સ સામે કરવામાં આવી હતી. જ્યારે એક બોલરે 157KPH ની સ્પીડે બોલ ફેંક્યો, ત્યારે 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તે બોલને સીધો સાઈટસ્ક્રીનની ઉપરથી સિક્સર ફટકારી હતી. આ ઘટનાએ સાબિત કર્યું કે, તેની પાસે અદભૂત ટાઈમિંગ અને પાવર છે.
આગામી પડકાર અને મેચ
IPL 2026 વૈભવ સૂર્યવંશી માટે અગ્નિપરીક્ષા સમાન હશે, કારણ કે અહીં તેનો સામનો વિશ્વના શ્રેષ્ઠ બોલર્સ અને ડેટા એનાલિસિસ સાથે તૈયાર થયેલી ટીમો સામે થશે. રાજસ્થાન રોયલ્સની પહેલી મેચ 30 માર્ચના રોજ ચેન્નઈ સુપર કિંગ્સ સામે યોજાશે. ઉલ્લેખનીય છે કે IPL ની નવી સિઝન 28 માર્ચથી શરૂ થવાની છે. જે મેચ RCB અને SRH વચ્ચે M.Chinnaswamy Stadium માં રમાશે.





