Home Sports The Biggest Deal In Ipl History Rajasthanroyals Sold For 153010000000

IPL ઈતિહાસની સૌથી મોટી ડીલ : 153010000000 રૂપિયામાં વેચાઈ ગઈ IPLની આ ટીમ, જાણો કોણે ખરીદી?

IPL ઈતિહાસની સૌથી મોટી ડીલ
Published by: Viral Patel
Last Updated: Mar 24, 2026, 12:21 PM IST

rajasthan royals sold: IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સર્જાયો છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે રાજસ્થાન રોયલ્સને 1.63 બિલિયન ડોલર (આશરે ₹15,300 કરોડ) માં ખરીદી લીધી છે. આ સાથે રાજસ્થાન રોયલ્સ IPL ઈતિહાસની સૌથી મોંઘી ફ્રેન્ચાઈઝી બની ગઈ છે. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ IPL ટીમ 1 બિલિયન ડોલરથી વધુની કિંમતમાં વેચાઈ હોય.

આ અગાઉ સૌથી મોટી ડીલ ગુજરાત ટાઇટન્સની હતી, જેમાં ટોરેન્ટ ગ્રુપે આશરે ₹7,500 કરોડના મૂલ્યાંકન સાથે હિસ્સો ખરીદ્યો હતો. તેની સરખામણીએ રાજસ્થાન રોયલ્સની કિંમત બમણી જોવા મળી રહી છે.

કોની પાસે હતી અત્યાર સુધી માલિકી?

અત્યાર સુધી ફ્રેન્ચાઈઝીનો બહુમતી હિસ્સો (આશરે 65%) મનોજ બાદલેની ઇમર્જિંગ મીડિયા વેન્ચર્સ પાસે હતો. આ સિવાય રેડબર્ડ કેપિટલ પાર્ટનર્સ અને લાચલાન મર્ડોર્ક પણ હિસ્સેદાર હતા. વેચાણની પ્રક્રિયા ગયા વર્ષના અંતમાં શરૂ કરવામાં આવી હતી, જેમાં 'ધ રેન ગ્રુપ' સલાહકાર તરીકે કામ કરી રહ્યું હતું.

રેસમાં અન્ય મોટા નામો પણ હતા

રાજસ્થાન રોયલ્સને ખરીદવા માટે ઘણી મોટી કંપનીઓ મેદાનમાં હતી. જેમાં આદિત્ય બિરલા ગ્રુપમાં ડેવિડ બ્લિટ્ઝરની ‘બોલ્ટ વેન્ચર્સ’ સાથે મળીને બોલી લગાવી હતી. ત્યારબાદ કેપ્રી ગ્લોબલ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ અને સંજય ગોવિલનો પણ સમાવેશ થાય છે. એવા પણ અહેવાલો છે કે 'કોલંબિયા પેસિફિક કેપિટલ પાર્ટનર્સ'ની ₹15,859 કરોડની મોટી ઓફર હોવા છતાં, ટીમે સોમાની ગ્રુપની ઓફર પર પસંદગી ઉતારી છે.

કોણ છે કાલ સોમાની?

કાલ સોમાની અમેરિકન ટેક જગતનું જાણીતું નામ છે. તેઓ ડેટા પ્રાઇવસી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સ્પોર્ટ્સ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ઊંડી પકડ ધરાવે છે. તેઓ IntraEdge, Truyo અને Academian જેવી વૈશ્વિક કંપનીઓના સ્થાપક છે. તેઓ 2021થી જ રાજસ્થાન રોયલ્સ સાથે રોકાણકાર તરીકે જોડાયેલા હતા. તેમના ગ્રુપમાં દુનિયાના સૌથી ધનિક પરિવારોમાંના એક રોબ વોલ્ટન અને ફોર્ડ મોટર કંપનીના માલિક હેમ્પ પરિવારનો સમાવેશ થાય છે. સોમાની રમતગમતમાં પહેલેથી જ રસ ધરાવે છે; તેઓ ‘મોટર સિટી ગોલ્ફ ક્લબ’ના સહ-માલિક છે અને TGL ગોલ્ફ લીગમાં પણ રોકાણ કરી ચૂક્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now