Home Automobile Royal Enfield New Hunter 350 Will Be Launched On This Day Know What Will Be Special

જાણો શું હશે ખાસ ફીચર્સ? : Royal Enfield નું નવું Hunter 350 આ દિવસે થશે લોન્ચ!

જાણો શું હશે ખાસ ફીચર્સ?
Published by: OBS Bureau
Last Updated: Apr 23, 2025, 03:11 PM IST

રોયલ એનફિલ્ડને પોતાની પાવરફુલ બાઇક્સ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. કંપનીની 'Hunter 350' ઘણી વેચાય છે અને આ બાઇકની જોરદાર સફળતા બાદ હવે કંપની આ બાઇકનું ફેસલિફ્ટ મોડલ લાવી રહી છે. Hunter 350નું નવું અપડેટેડ મોડલ લોન્ચ થવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે કંપની આ બાઇકને 26 એપ્રિલે લોન્ચ કરી શકે છે.

વર્ષ 2022માં કંપનીએ પહેલીવાર હંટર 350 લોન્ચ કરી હતી. હવે લગભગ 3 વર્ષ બાદ આ બાઇકને એક મોટું અપડેટ મળવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે હંટર 350 કંપનીના પોર્ટફોલિયોમાં સૌથી વધુ વેચાતું મોડલ છે. તેની પ્રારંભિક કિંમત 1.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બાઇકને 26 એપ્રિલે દિલ્હી અને મુંબઈમાં આયોજિત રોયલ એનફિલ્ડ હન્ટરહૂડ મોટરસાઇકલ ફેસ્ટિવલ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે.

કંપની Hunter 350માં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરી શકે છે. આ સિવાય આ બાઇકને નવા કલર ઓપ્શન અને ગ્રાફિક્સ સાથે રજૂ કરી શકાય છે. આ સિવાય નવી એલઈડી હેડલાઈટ અને ટેલલાઈટ પણ તેમાં સામેલ કરી શકાય છે. હવે રોયલ એનફિલ્ડના મોટાભાગના મોડલમાં LED હેડલાઇટ આપવામાં આવી રહી છે.

Hunter 350 સારી બાઇક હોવા છતાં, તેની સૌથી મોટી ખામી તેનું સખત સસ્પેન્શન સેટઅપ છે, ખાસ કરીને પાછળના ભાગમાં. આ જ કારણ છે કે તેની રાઈડની ગુણવત્તા ઘણી નબળી છે. એવું માનવામાં આવે છે કે નવી Hunter 350 રી-ટ્યુન સસ્પેન્શન સાથે લોન્ચ થઈ શકે છે. જેથી રાઇડર્સ માટે તેને વધુ આરામદાયક બનાવી શકાય.

બાઇકની ડિઝાઇન અને એન્જિન સ્પેસિફિકેશનમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. આ બાઇકમાં 349cc સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન હશે. આ એન્જિન 20bhpનો પાવર અને 2Nm7નો ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now