Home Sports Rohit Sharma Warns Team India Before T20 World Cup Know The Information

Rohit Sharma એ T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી! : જાણો કુલદીપ-વરુણનું કોમ્બિનેશન અને ડ્યુ જેવા મોટો પડકાર વિશે શું કહ્યું

Rohit Sharma એ T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી!
Published by: OBS Bureau
Last Updated: Jan 30, 2026, 01:36 PM IST

Rohit Sharma : T20 વર્લ્ડ કપ શરૂ થવામાં હવે ફક્ત એક અઠવાડિયા બાકી છે, ત્યારે ભારત 2026 ના T20 વર્લ્ડ કપમાં ખિતાબના મજબૂત દાવેદાર તરીકે પ્રવેશ કરશે. વિશ્વની નંબર 1 T20I ટીમ છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં છે અને સેમિફાઇનલમાં આરામથી પહોંચી શકે તેવી અપેક્ષા છે. જોકે, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા માને છે કે, ભારત માટે રસ્તો એટલો સરળ નહીં હોય જેટલો લાગે છે.

કુલદીપ અને વરુણ એક સાથે પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ કરવા?

ટુર્નામેન્ટ પહેલા બોલતા, રોહિત શર્માએ ભારતના સૌથી મોટા પડકાર પર પોતાના વિચારો શેર કર્યા. તેમના મતે, ટીમ મેનેજમેન્ટ સામે સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે, શું બંને એક્સપર્ટ સ્પિનરો, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને એકસાથે રમાડવા કે પછી આખી ટુર્નામેન્ટ માટે ફક્ત વરુણ ચક્રવતી પર આધાર રાખવો. ભારત છેલ્લા એક વર્ષથી તેના સ્પિન આક્રમણ પર ખૂબ આધાર રાખે છે. વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ સતત વિરોધી ટીમના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકે છે. પરંતુ રોહિત શર્માએ ચેતવણી આપી છે કે, ટુર્નામેન્ટ શિયાળાથી સિઝનમાંથી ઉનાળાની સિઝનમાં ચેન્જ થવાની છે, જેના કારણે સાંજની મેચોમાં ભારે ડ્યુ (ઝાકળ) પડશે, જે સ્પિન બોલિંગ પર નોંધપાત્ર અસર કરી શકે છે.

રોહિત શર્માએ શું કહ્યું

રોહિત શર્માએ કહ્યું, "કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને કોચ ગૌતમ ગંભીર માટે સૌથી મોટો પડકાર એ હશે કે, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીને એકસાથે કેવી રીતે રમવું. જો તમે આ કોમ્બિનેશન ઇચ્છતા છો, તો તમારે ફક્ત બે ફાસ્ટ બોલરો સાથે રમવું પડશે, જે એક મોટો પડકાર છે."

ડ્યુ (ઝાકળ) સૌથી મોટી સમસ્યા હશે.

રોહિત શર્માના મતે, જો ભારત ત્રણ સ્પિનરો - અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવતી - સાથે જાય તો ટીમનું કોમ્બિનેશન પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં, ભારતે અર્શદીપ સિંહ જેવા મુખ્ય ફાસ્ટ બોલરને બહાર રાખવો પડશે. જો આવું થાય, તો ભારત પાસે ફક્ત એક જ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર, જસપ્રીત બુમરાહ હશે, જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને ઓલરાઉન્ડર તરીકે ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળવી પડશે. રોહિત શર્માએ સ્પષ્ટપણે કહ્યું કે, સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીર માટે ફિક્સ્ડ પ્લેઇંગ ઇલેવન પસંદ કરવું સરળ નહીં હોય, કારણ કે કોઈપણ ખેલાડીને બહાર રાખવાનો અર્થ એ છે કે, વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એકને છોડી દેવાનો. ભારત 7 ફેબ્રુઆરીએ USA સામે ટી20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ટીમ મુંબઈ, દિલ્હી, કોલંબો અને અમદાવાદમાં તેમના ગ્રુપ સ્ટેજ મેચ રમશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now