Home International Robert F Kennedy Jr Allegedly Placed Nicotine Pouch In His Mouth

ટ્રમ્પ સરકારના મંત્રીએ જાહેર મંચ પર માવો ખાધો? : જાણો શું છે હકિકત

ટ્રમ્પ સરકારના મંત્રીએ જાહેર મંચ પર માવો ખાધો?
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 05:46 AM IST

અમેરિકાના રોબર્ટ એફ. કેનેડી જુનિયર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગુરુવારે તેમની બીજી સેનેટ કન્ફર્મેશન સુનાવણી દરમિયાન પ્રશ્નોના જવાબ આપતી વખતે તેમણે કથિત રીતે મોંમાં તમાકુ એટલે અમેરિકી ભાષમાં કહીએ તો નિકોટિન પાઉચ રાખ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  તેઓ હાલમાં આરોગ્ય અને માનવ સેવા વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. આ વીડિયોમાં, મારિયા કેન્ટવેલે પુછેલા પ્રશ્નો દરમિયાન, તે તેના જેકેટના અંદરના ખિસ્સામાંથી કંઈક કાઢે છે અને તેને મોઢામાં નાખે છે.

દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રોબર્ટ એફ કેનેડી જુનિયર જે વસ્તુ ખાય છે તેનો ઉપયોગ ધૂમ્રપાન છોડવા માટે કરી રહ્યા છે. જો કે, ઘણા લોકો તેમના કથિત નિકોટિનના ઉપયોગથી પ્રભાવિત થયા ન હતા અને તેમની ટીકા પણ કરી હતી.

એક યુઝરે કહ્યું, "તે તેમની જીંદગી છે, તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. પરંતુ મોટી વાત એ છે કે તેઓ અમેરિકન્સને સ્વસ્થ રહેવાની સલાહ આપતા ખુદ નિકોટિનનું સેવન કરે છે." જ્યારે અન્ય એક યુઝરે તેનો બચાવ કરતા કહ્યું, "શું તમે ઇચ્છો છો કે તેઓ ફરીથી ધૂમ્રપાન કરવાનું શરૂ કરે. કેટલાક લોકો માટે ધૂમ્રપાન છોડવું ખૂબ મુશ્કેલ છે."

એક યુઝરે લખ્યું, "તે પોતે સ્વસ્થ જીવનશૈલીનો ઉપદેશ આપે છે, પરંતુ તેનું પાલન કરતા નથી. આનાથી તેને શરમ આવવી જોઈએ. કંઈપણ કહેતા પહેલા તેણે પોતે જ તેનું પાલન કરવું જોઈએ."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક