Home Gujarat Rajkot Rivaba Vs Nayanaba Jadeja Rajkot Election Family Battle

ચૂંટણીના જંગમાં આ નણંદ-ભાભી સૌથી વધુ ચર્ચામાં : રીવાબા અને નયનાબા વચ્ચે એનું તો શું બન્યું જે સોશિયલ મીડિયામાં થઈ ગયું વાયરલ

Rajkot Rivaba Jadeja
Published by: Vishal Dave
Last Updated: Apr 20, 2026, 09:29 AM IST

Rajkot News: ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકોટ શહેરનો એક રાજકીય મુકાબલો ખાસ ચર્ચામાં આવ્યો છે, જ્યાં પરિવારની અંદરની જ રાજકીય લડાઈ જાહેર મંચ પર આવી છે. રીવાબા જાડેજા અને તેમની નણંદ નયનાબા જાડેજા વચ્ચેનો આ ટક્કર હવે માત્ર રાજકીય નહીં પરંતુ સામાજિક અને વ્યક્તિગત સ્તરે પણ ચર્ચાનો વિષય બની ગયો છે. આ મુકાબલો ખાસ કારણોસર ચર્ચામાં છે, કારણ કે બંને એક જ પરિવારના સભ્યો છે અને બંને અલગ-અલગ રાજકીય પક્ષોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રીવાબા જાડેજા ભાજપ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી પદ પર એક યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે, જ્યારે નયનાબા જાડેજા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે.

આ પણ વાંચોઃ "નહેરુ મુસ્લિમના દિકરા હતા", ભાજપના નેતાના નિવેદનથી વિવાદ : રાહુલ ગાંધીના પરિવારજનોને પણ ગણાવ્યા ખ્રિસ્તી અને મુસ્લિમ!

નિવેદનબાજીથી ગરમાયો ચૂંટણી માહોલ

ચૂંટણી પ્રચાર દરમિયાન બંને વચ્ચે નિવેદનબાજી તીવ્ર બની ગઈ છે. રીવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે 17 એપ્રિલનો દિવસ નારી શક્તિ માટે મહત્વપૂર્ણ બની શકે તેમ હતો, પરંતુ કોંગ્રેસના વિરોધને કારણે તે દિવસ ‘કાળો દિવસ’ બની ગયો. આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે. તેમણે આ મુદ્દે દેશની મહિલાઓના અપમાનનો આરોપ લગાવ્યો અને ભાજપ માટે જનસમર્થનનો દાવો કર્યો.

આ પણ વાંચોઃ "ચંડોળા જેવી સ્થિતિ નહીં બનવા દઈએ" : વેજલપુર MLA ના નિવેદનથી અમદાવાદનું રાજકારણ ગરમાયું

ઉલ્લેખનીય છેકે, રીવાબા જાડેજા ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને હાલ ગુજરાતની વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે. બીજી તરફ કોંગ્રેસમાંથી તેમના પર આક્ષેપ કરનાર નવનાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના સગા મોટા બહેન અને રીવાબા જાડેજાના નણંદ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નણંદ અને ભાભી સોશિયલ મીડિયામાં એકબીજાની વિરુદ્ધ નિવેદનબાજી કરતા જોવા મળ્યાં. આ પરિસ્થિતિએ રાજકીય ચર્ચામાં એક નવી દિશા આપી છે, જ્યાં વ્યક્તિગત સંબંધો અને રાજકીય વિચારો વચ્ચેનો અંતર સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ બંને પક્ષના સમર્થકો વચ્ચે ભારે ચર્ચા અને વિવાદ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ Honeymoon Leave સહિત યુવતીઓના ચોંકાવનારા ખુલાસા : શું મોટી-મોટી કંપનીઓમાં મહિલા કર્મચારીઓ સાથે થાય છે આવા ધંધા?

રીવાબા જાડેજાએ નણંદને શુભેચ્છા આપીઃ

રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની અને રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા તેમના નણંદ નયનાબા જાડેજાને શુભેચ્છા આપી. રીવાબાએ કહ્યું ચૂંટણી લડનારને શુભેચ્છા પાઠવું છું. જો કે જીત ભાજપની જ થશે મને પૂરો ભરોસો છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે 26 તારીખે ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે.

નાયનાબાએ માન્યો ભાભીનો આભારઃ

રાજકોટ શહેર વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે, મને શુભેચ્છા પાઠવનાર મારા શુભેચ્છકો, મારા સમાજના લોકો મારા વિસ્તારના મતદારો અને માતાજી ભગવતીનો હું આભાર માનું છું. જીત કોની થશે એ આવનાર સમય બતાવશે કારણ કે, ભાજપના પૂર્વ નગરસેવકોએ કોઈ કામ નથી કર્યા માત્ર ભ્રષ્ટાચાર કર્યા છે. જનતા પણ હવે આ વાત જાણી ગઈ છે માટે ભાજપની હાર થશે કે જીત એ આવનાર સમય બતાવશે.

ગુજરાતની આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનેક કારણોસર ચર્ચામાં છે. વિકાસ મુદ્દાઓ કરતાં વ્યક્તિગત આક્ષેપો, નિવેદનબાજી અને રાજકીય ટકરાવ વધુ પ્રબળ બન્યા છે. વિશ્લેષકો માને છે કે આવા મુકાબલાઓ મતદારોનું ધ્યાન મૂળ મુદ્દાઓથી ભટકાવી શકે છે. જોકે, કેટલાક નિષ્ણાતો કહે છે કે આવા હાઈ-પ્રોફાઇલ મુકાબલાઓ મતદાનમાં રસ અને ભાગીદારી વધારવામાં પણ મદદરૂપ બને છે.

હવે સૌની નજર આવનારી પરિણામ તારીખ પર છે, જ્યાં નક્કી થશે કે આ પરિવારિક રાજકીય જંગમાં કોણ આગળ નીકળે છે. બંને પક્ષો પોતપોતાના દાવા કરી રહ્યા છે, પરંતુ અંતિમ નિર્ણય મતદારોના મત પર આધારિત રહેશે. રાજકોટમાં આ મુકાબલો માત્ર એક વોર્ડની ચૂંટણી નથી, પરંતુ રાજ્યની રાજકીય પરિસ્થિતિનો પ્રતિબિંબ પણ માનવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now