Home International Retired Dsp House In Katha Jammu Kashmir Caught Fire In Midnight Atleast 6 Person Died In Incident

સંયોગ કે ષડયંત્ર? : જમ્મૂ કશ્મીરમાં નિવૃત્ત DSPના ઘરમાં મધરાત્રે આગ, ઉંઘમાં જ 6 લોકો મોતને ભેટ્યા

સંયોગ કે ષડયંત્ર?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2024, 07:42 AM IST

બુધવારે સવારે એક મકાનમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, ઘરમાં 9 લોકો સૂતા હતા, જેમાંથી 6 લોકોના મોત ગૂંગળામણને કારણે થયા હતા. ઘટનામાં મકાનમાં સૂઇ રહેલા અન્ય 3 સભ્યો ધુમાળાને કારણે બેભાન થઇ ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગનો કાફલો વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. વહેલી પરોઢે બનેલી આગની ઘટનામાં 81 વર્ષના નિવૃત DSP અવતાર કૃષ્ણ પુત્ર સહિત પરિવારના 6 લોકોનાં કરુણ મોત નીપજ્યા. સમગ્ર ઘટનાને લઇ પોલીસે તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી. 

ષડયંત્ર કે સંયોગ? 

આગની ઘટનામાં બેહોશ થનાર 3 લોકોને કઠુઆના GMC વિસ્તારમાં સારવાર અપાઇ રહી છે. જો કે નિવૃત્ત DSP અવતાર કૃષ્ણ પુત્રના ધરે લાગેલી આગની ઘટનામા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં પોલીસે વહેલી સવારે અચાનક કેવી રીતે આગ લાગી તેની તપાસમાં લાગેલી છે. તેવામાં આગ લગાવવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. નિવૃત પોલીસ અધિકારીના ઘરે આગ જાણીજોઇને લગાવાઇ હોવાની આશંકા પોલીસે આસપાસના લોકોના નિવેદનો લીધા બાદ વ્યક્ત કરી. વહેલી પરોઢે આટલી મોટી આગ અચાનક કેમ લાગી તે જ તપાસનો વિષય છે તેવું સ્થાનિકોએ નિવેદન આપતાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. 




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now