Home International Restaurant Owners Cannot Forcibly Collect Service Charge Delhi High Court Made It Clear

આનંદો! દિલ્હી હાઈકોર્ટે કરી સ્પષ્ટતા : રેસ્ટોરન્ટ માલિકો બળજબરીથી સર્વિસ ચાર્જ વસૂલ કરી શકશે નહીં

આનંદો! દિલ્હી હાઈકોર્ટે કરી સ્પષ્ટતા
Published by: OBS Bureau
Last Updated: Mar 28, 2025, 01:13 PM IST

રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો ભોજન કરવા આવે છે. અહીં આ લોકો તેમની પસંદગીના ભોજનનો આનંદ માણે છે, પરંતુ જ્યારે રેસ્ટોરન્ટ માલિકો બિલમાં GSTની સાથે સર્વિસ ચાર્જ ઉમેરી દે છે ત્યારે તેમનો આનંદ બગડી જાય છે. મોટાભાગના લોકો આ બિલ GST અને સર્વિસ ચાર્જ સાથે રેસ્ટોરન્ટના માલિકને ચૂકવે છે, કારણ કે તેઓ જાણતા નથી કે ગ્રાહકની સંમતિ વિના રેસ્ટોરન્ટના બિલમાંથી સર્વિસ ચાર્જ વસૂલ કરી શકાતો નથી. જો તમારી સાથે પણ આવું થયું હોય અને તમારે ભવિષ્યમાં વધારે પૈસા ખર્ચવા ન પડે. આ માટે તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ.

FHRAIએ અરજી દાખલ કરી હતી
ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (FHRAI) એ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ફૂડ બિલમાં GSTની તર્જ પર સર્વિસ ચાર્જ લાગુ કરવાની માંગ કરી હતી, જેના પર દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં પોતાનો ચુકાદો આપ્યો છે.

હાઈકોર્ટે નિર્ણયમાં આ વાત કહી
દિલ્હી હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે રેસ્ટોરાં ફૂડ બિલમાં ફરજિયાતપણે સર્વિસ ચાર્જ વસૂલ કરી શકે નહીં, કારણ કે તે ગ્રાહક સુરક્ષા કાયદાનું ઉલ્લંઘન કરે છે. તેના નિર્ણયમાં દિલ્હી હાઈકોર્ટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) ની માર્ગદર્શિકાની માન્યતાને સમર્થન આપ્યું હતું. જેમાં રેસ્ટોરન્ટ માલિકોને બિલની સાથે સર્વિસ ચાર્જ ન ઉમેરવા માટે કહેવામાં આવ્યું હતું.

હાઈકોર્ટે રેસ્ટોરન્ટ એસોસિએશનને દંડ ફટકાર્યો 
દિલ્હી હાઈકોર્ટે કોર્ટની માર્ગદર્શિકાને પડકારવા બદલ રેસ્ટોરન્ટ એસોસિએશન પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) દ્વારા 4 જુલાઈ, 2022ના રોજ જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સ પર હાઈકોર્ટ દ્વારા તે જ મહિનાના અંતમાં સ્ટે આપવામાં આવ્યો હતો.

જો તમને સર્વિસ ચાર્જ માંગવામાં આવે તો અહીં ફરિયાદ કરો
જો કોઈ રેસ્ટોરન્ટ માલિક બળજબરીથી તમારી પાસેથી અથવા તમે જાણતા હોય તેવા કોઈપણ વ્યક્તિ પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરે છે, તો તમે ગ્રાહક કોર્ટ અને ફૂડ કન્ઝ્યુમર ઓથોરિટીમાં તેની ફરિયાદ કરી શકો છો. જો અહીં ફરિયાદ કરવામાં આવશે તો રેસ્ટોરન્ટના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,