Home International Republic Day 2026 National Flag Unfurled 21 Gun Salute Kartavya Path

કર્તવ્ય પથ પર રાષ્ટ્રગાનનો નાદ : 21 તોપોની ગર્જના, સ્વદેશી તોપોની સલામી સાથે પ્રજાસત્તાક પર્વની શરૂઆત

કર્તવ્ય પથ પર રાષ્ટ્રગાનનો નાદ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 07:16 AM IST

ભારત આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રંગમાં તરબોળ છે. આ ઐતિહાસિક અવસરે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જેવી ત્રિરંગો લહેરાયો, તેની સાથે જ આખું વાતાવરણ રાષ્ટ્રગાનના સૂરથી ગુંજી ઉઠ્યું હતું.

આ ગૌરવશાળી ક્ષણને વધુ ભવ્ય બનાવતા ભારતીય સેના દ્વારા 21 તોપોની સલામી (21-gun salute) આપવામાં આવી હતી. આ વખતે પણ સલામી આપવા માટે સંપૂર્ણપણે ભારતમાં જ વિકસાવવામાં આવેલી 105 mm Light Field Guns નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સ્વદેશી આર્ટિલરી વેપન સિસ્ટમ (Artillery weapon system) ભારતની વધતી જતી સૈન્ય તાકાત અને 'મેક ઇન ઇન્ડિયા' (Make in India) અભિયાનની સફળતાનું પ્રતિક છે.

રાષ્ટ્રધ્વજ ફરકાવવાની આ વિધિ દરમિયાન આકાશમાં હેલિકોપ્ટરો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ સાથે જ 77મી પ્રજાસત્તાક પરેડની વિધિવત શરૂઆત થઈ હતી. આ સલામી મંચ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત યુરોપિયન યુનિયનના વિશિષ્ટ અતિથિઓ પણ હાજર રહ્યા હતા. સ્વદેશી તોપોની ગર્જનાએ શ્રદ્ધાંજલિ અને સન્માનની આ પરંપરામાં એક નવો આત્મનિર્ભરતાનો અધ્યાય ઉમેર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now