Home Automobile Renault To Launch Bridger Concept With Defender Like Looks And Premium Features

Renault 10 માર્ચે લોન્ચ કરશે આ નવી SUV! : Defender જેવો લુક અને પ્રીમિયમ ફીચર્સ સાથે Renault લાવશે 'Bridger Concept'

Renault 10 માર્ચે લોન્ચ કરશે આ નવી SUV!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 08:28 AM IST

Renault : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં હાલમાં ઓફ-રોડ અને દમદાર લુક વાળી SUV નો ભારે ક્રેઝ છે. અત્યાર સુધી આ સેગમેન્ટમાં મહિન્દ્રા થાર અને મારુતિ જિમ્નીનું વર્ચસ્વ રહ્યું છે. પરંતુ હવે આ હરીફાઈમાં રેનો (Renault) પોતાનો દાવો મજબૂત કરવા જઈ રહી છે. રેનો ટૂંક સમયમાં તેની નવી કાર 'બ્રિજર કોન્સેપ્ટ' (Bridger Concept) રજૂ કરવાની તૈયારીમાં છે, જેને મીડિયા અને માર્કેટમાં 'Mini Duster' તરીકે ઓળખવામાં આવી રહી છે.

ડિઝાઇન : ડિફેન્ડર જેવો બોલ્ડ લુક

આ નવી SUV ના ટીઝર અને રજૂ થયેલા રેન્ડર્સ (ગ્રાફિક્સ) પરથી સ્પષ્ટ જણાય છે કે, તેનો લુક લક્ઝરી ઓફ-રોડર લેન્ડ રોવર ડિફેન્ડર જેવો બોલ્ડ છે. આ કારમાં બોક્સી ડિઝાઇન, ફ્લેટ રૂફ અને હેવી-ડ્યુટી રૂફ રેલ્સ જોવા મળી શકે છે. તેની પાછળના ગેટ પર સ્પેર ટાયર માઉન્ટ કરેલું હશે, જે તેને પરંપરાગત 4x4 કાર જેવો મજબૂત લુક આપશે.

પાવરફુલ એન્જિન અને પ્લેટફોર્મ

નિષ્ણાતોના મતે, રેનો બ્રિજરને જાણીતા CMF-A+ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી શકે છે. એન્જિનની વાત કરીએ તો, આમાં રેનો કાઇગરમાં જોવા મળતું 1-લિટરનું 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આપવામાં આવે તેવી શક્યતા છે. આ કારને લાઈફસ્ટાઈલ ફોકસ્ડ SUV તરીકે રજૂ કરવામાં આવશે, જે શહેર અને ખરાબ રસ્તાઓ એમ બંને જગ્યાએ આરામદાયક મુસાફરી કરાવશે.

થાર અને જિમ્ની સાથે સ્પર્ધા

રેનો આ કારને માત્ર ફ્રન્ટ-વ્હીલ ડ્રાઈવ જ નહીં, પણ 4-વ્હીલ ડ્રાઈવ (4WD) ઓપ્શનમાં પણ લોન્ચ કરી શકે છે. આ ફીચર તેને સીધું મહિન્દ્રા થાર અને મારુતિ જિમ્ની સામે ઉભું કરી દેશે. આ સિવાય આધુનિક સેફ્ટી માટે તેમાં ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) અને અન્ય હાઇ-ટેક સેફ્ટી ફીચર્સ પણ હોઈ શકે છે.

ક્યારે થશે લોન્ચ?

રેનો આગામી 10 માર્ચે 'બ્રિજર કોન્સેપ્ટ' પરથી પડદો ઉઠાવશે. આ આખી કાર ભારતમાં જ ડિઝાઇન કરવામાં આવશે અને અહીંથી જ આફ્રિકા, મિડલ ઈસ્ટ અને લેટિન અમેરિકાના દેશોમાં નિકાસ કરવામાં આવશે. ભારતીય રસ્તાઓ પર આ 'Mini Duster' આવતા વર્ષના અંત સુધીમાં દોડતી જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now