Home Automobile Renault 5 New Cars Will Be Launched In India New Design Center Announced

નવા ડિઝાઇન સેન્ટરની જાહેરાત : Renault ની 5 નવી કાર ભારતમાં થશે લોન્ચ!

નવા ડિઝાઇન સેન્ટરની જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Apr 23, 2025, 03:10 PM IST

ફ્રેન્ચ ઓટોમોબાઈલ ઉત્પાદક Renault હવે સંપૂર્ણ તૈયારી સાથે ભારતમાં પોતાની સ્થાપના કરવા જઈ રહી છે. સતત નબળા વેચાણથી પરેશાન કંપનીએ આગામી બે વર્ષમાં પાંચ નવી કાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સાથે, કંપનીએ એક નવા ડિઝાઇન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. આ કારોનું લોન્ચિંગ આગામી કેટલાક મહિનામાં શરૂ થશે. જેમાં ઇલેક્ટ્રિક સેગમેન્ટની કાર પણ સામેલ હશે. શરૂઆતમાં, ક્વિડ અને ડસ્ટરના કારણે રેનોને મોટો નફો થયો હતો, પરંતુ હવે કંપની માટે ભારતમાં એક પણ કાર વેચવી મુશ્કેલ બની ગઈ છે.

Renault હાલમાં ભારતમાં Kwid, Triber અને Kiger વેચે છે પરંતુ હવે આ કારોના ફેસલિફ્ટ મોડલ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ મોડલ્સમાં ઘણા નવા અપડેટ જોવા મળશે. તમામ ફેરફારો ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. કંપની સુરક્ષાને લઈને કેટલાક મોટા પગલા પણ લઈ શકે છે. Renaultની કાર સલામતીની દૃષ્ટિએ ઘણી નિરાશાજનક હતી.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રેનોની તમામ કાર ફ્રાંસમાં જ ડિઝાઈન કરવામાં આવતી હતી, પરંતુ હવે પહેલીવાર ઉત્પાદકે ફ્રાંસની બહાર એક નવું ડિઝાઈન સેન્ટર શરૂ કર્યું છે. આ ડિઝાઈન સેન્ટરમાં ડિઝાઈન કરાયેલી કાર ભારતમાં લોન્ચ અને વેચવામાં આવશે. પરંતુ ડિઝાઇન થીમ શેના પર આધારિત હશે? હાલમાં આ અંગે કોઈ માહિતી મળી નથી.

ડસ્ટરે તેના સમયમાં સૌથી વધુ સફળતા જોઈ છે અને તેની સાથે, Kwid એ પણ નાની કાર સેગમેન્ટમાં મારુતિ સુઝુકીને ટક્કર આપી છે. Kwid Alto K10, S Presso, Hyundai i10 જેવી કાર સાથે સ્પર્ધા કરે છે. Renault Triber એ MPV સેગમેન્ટમાં વેલ્યુ ફોર મની કાર છે, આ કાર Ertiga સાથે સ્પર્ધા કરે છે. જ્યારે, કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં, Renault Kiger, Nissan Magnite, Tata Punch અને Hyundai Exter જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now