આજકાલ ફાસ્ટ ફેશનનો જમાનો છે. આ સાથે લોકો હવે ઝૂડિયો જેવી બજેટ ફ્રેન્ડલી બ્રાન્ડ્સને પણ પસંદ કરી રહ્યા છે. ત્યારે મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ ચીની ફેશન બ્રાન્ડ શીન સાથે હાથ મિલાવે છે. ટાટા ગ્રૂપની માલિકીની ઝૂડિયોના વર્ચસ્વને પડકારવા અને ભારતના ઝડપથી વિકસતા ફેશન માર્કેટનો મોટો હિસ્સો મેળવવા રિલાયન્સે આ પગલું ભર્યું છે.
ભારત-ચીન સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે જૂન 2020માં ચીનની ફેશન બ્રાન્ડ 'શીઈન' પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગયા વર્ષે હસ્તાક્ષર કરાયેલા કરારના ભાગરૂપે, શીઈન રિલાયન્સ દ્વારા ભારતીય બજારમાં પુનરાગમન કરી રહી છે. નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે, ભાગીદારીની રચના એવી રીતે કરવામાં આવી છે કે રિલાયન્સ પાસે સંપૂર્ણ માલિકી અને સંચાલન નિયંત્રણ હોય.
ભારતીય કપડા બજારમાં જે ક્ષમતા છે તેને રિલાયન્સ રીટેઈલ પુરી રીતે ઉપયોગ કરવા માંગે છે. શી ઈન ફેમસ બ્રાન્ડ છે. ત્યારે તેની લોકપ્રિયતાનો લાભ લઈને રિલાયન્સ બજેટ શોપિંગના સેગમેન્ટમાં આગેકૂચ કરવાની ઈચ્છા રાખી રહ્યું છે. ભારતનું ફાસ્ટ ફેશનનું બજાર 2031 સુધી વેચામાં 50 બિલિયલ ડૉલરનો આંકડો પાર કરી લેશે. હાલ આ સેગમેન્ટમાં સૌથી આગળ એવા ઝૂડિયો માટે રિલાયન્સનું આ પગલું એક મોટા પડકાર સમાન સાબિત થશે. જો કે, રિલાયન્સની ડીલમાં SheIn' માત્ર ટેક્નોલોજી પ્રદાતા તરીકે કાર્ય કરશે, જેમાં ગ્રાહકના ડેટાની ઍક્સેસ અથવા કામગીરી પર કોઈ નિયંત્રણ નહીં હોય. સરકાર દ્વારા નિયુક્ત સાયબર સિક્યુરિટી ઓડિટર તેની દેખરેખ રાખશે અને ખાતરી કરશે કે કંપની ભારતીય કાયદાઓનું કડકપણે પાલન કરે છે.
8th Pay Commission: ગ્રેચ્યુઈટી 25 લાખથી વધારીને 75 લાખ કરાશે?: સેલરી-પેન્શનથી અલગ માત્ર માંગ જ નહીં, કેલ્ક્યુલેશન પણ સમજો






