Redmi Note 17 5G : સ્માર્ટફોન માર્કેટમાં Redmi કંપની તેના બજેટ અને પ્રીમિયમ ફીચર્સ વાળા ફોન માટે ખૂબ જ જાણીતી છે. કંપની ટૂંક સમયમાં માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન Redmi Note 17 5G લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ ફોન અગાઉ લોન્ચ થયેલા Redmi Note 15 5Gના સક્સેસર તરીકે બજારમાં આવી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ફોનના મુખ્ય ફીચર્સ લીક કરવામાં આવ્યા છે. આ ફોનમાં ફ્લેગશિપ લેવલના ફીચર્સ જોવા મળી શકે છે જે યુઝર્સને એક શાનદાર અનુભવ આપશે.
શાનદાર અને સ્મૂધ ડિસ્પ્લે ક્વોલિટી
રિપોર્ટ્સ અનુસાર, Redmi Note 17 5Gમાં યુઝર્સને ખૂબ જ પ્રીમિયમ ડિસ્પ્લે જોવા મળી શકે છે. આ ફોનમાં OLED ડિસ્પ્લે પેનલનો ઉપયોગ કરવામાં આવી શકે છે જે કલર્સ અને વીડિયો જોવાનો અનુભવ ખૂબ જ સારો બનાવશે. આ સ્ક્રિનમાં 2772x1280 પિક્સેલનું રિઝોલ્યુશન મળશે જે 1.5K રિઝોલ્યુશન તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ફોનમાં સરળ સ્ક્રોલિંગ અને ગેમિંગના સારા અનુભવ માટે 120Hzનો રિફ્રેશ રેટ આપવામાં આવી શકે છે. આ ફોનમાં કંપની નોવેટેક ટચ ડિસ્પ્લે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે જેનાથી ટચ રિસ્પોન્સ ઘણો જ સારો અને ફાસ્ટ મળશે.
આ પણ ખાસ વાંચો : ભારતની પહેલી AI સુપરનેચરલ સિરીઝનો ફર્સ્ટ લુક આવ્યો સામે : માત્ર 2 મિનિટના VIDEOએ વધારી ઉત્સુક્તા
દમદાર પ્રોસેસર અને પરફોર્મન્સ
પ્રોસેસિંગ અને સ્પીડની વાત કરીએ તો Redmi Note 17 5Gમાં શક્તિશાળી પ્રોસેસર મળવાની આશા છે. આ ફોનમાં Qualcommનું Snapdragon 6s Gen 4 ચિપસેટ જોવા મળી શકે છે. હેવી ગેમિંગ અને ગ્રાફિક્સ માટે આ ચિપસેટને Adreno 710 GPU સાથે જોડવામાં આવશે. મલ્ટિટાસ્કિંગને સરળ બનાવવા માટે આ ફોનને 6GB RAM વેરિઅન્ટ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે જેમાં LPDDR4X RAMનો પ્રકાર અને UFS 2 સ્ટોરેજ ટાઇપ સામેલ હશે. આ પાવરફુલ કોમ્બિનેશનના કારણે યુઝર્સ ફોનમાં કોઈપણ લેગ વગર હેવી એપ્સ અને ગેમ્સ સરળતાથી ચલાવી શકશે.
શાનદાર કેમેરા સેટઅપ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઈઝેશન
ફોટોગ્રાફીના શોખીનો માટે Redmi Note 17 5Gમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. ફોનના પાછળના ભાગમાં 50mpનો મુખ્ય કેમેરો સેન્સર હશે જે JNS સેન્સર હોવાનું કહેવાય છે. સૌથી સારી વાત એ છે કે, આ મુખ્ય કેમેરા સાથે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) ફીચર પણ મળી શકે છે જે ધ્રુજારી વગરના સ્થિર વીડિયો અને ફોટા લેવામાં મદદ કરશે. આ સિવાય વાઇડ એંગલ શોર્ટ્સ માટે ફોનમાં 8mpનો અલ્ટ્રાવાઇડ કેમેરો પણ હોઈ શકે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આગળના ભાગમાં 16mpનો ફ્રન્ટ કેમેરો મળવાની સંભાવના છે.
આ પણ ખાસ વાંચો : હવે AI કરશે ક્રિકેટરનું ભવિષ્ય નક્કી? : ભારતના આ ક્રિકેટ બોર્ડે લીધો એવો નિર્ણય, જેનાથી બદલાઈ શકે ક્રિકેટનું ભવિષ્ય!
નવીનતમ સોફ્ટવેર અને ઓપરેટિંગ સિસ્ટમ
આ નવો સ્માર્ટફોન ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ ખૂબ જ અપડેટેડ હશે. Redmi Note 17 5G ફોન આઉટ ઓફ ધ બોક્સ HyperOS 3.1 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવી શકે છે. આ નવીનતમ ઓપરેટિંગ સિસ્ટમ Googleની આગામી Android 16 પર આધારિત હશે. આના કારણે યુઝર્સને નવા ફીચર્સ, બહેતર સિક્યુરિટી અપડેટ્સ અને એકદમ નવો યુઝર ઇન્ટરફેસ જોવા મળશે, જે સ્માર્ટફોન વાપરવાના એક્સપિરિયન્સને વધુ સ્મૂધ અને આકર્ષક બનાવશે.
મોડલ નંબર અને સત્તાવાર જાહેરાત
રિપોર્ટ અનુસાર લીક થયેલા આ ફોનનો મોડલ નંબર 2607DRA18T હોવાનું સામે આવ્યું છે. જોકે કંપનીએ હજુ સુધી આ સ્માર્ટફોનના લોન્ચિંગ કે સ્પેસિફિકેશન વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. પરંતુ ટેક જગતમાં આ લીક થયેલા ફીચર્સને કારણે Redmi Note 17 5Gને લઈને યુઝર્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુઝર્સ આ ફોનના સત્તાવાર લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.





