Home Gujarat Red Light Case For Parents Children Suddenly Drowned In A Car While Playing Siblings Die Of Suffocaton

મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો : રમતા-રમતા અચાનક કારમાં પુરાઈ ગયા બાળકો, ગૂંગળામણથી સગા ભાઈ-બહેનનું મોત

મા-બાપ માટે લાલબત્તી સમાન કિસ્સો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 16, 2025, 06:33 AM IST

Bhavnagar: ભાવનગરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં હડકંપ મચાવી દીધો છે. જેમાં એક જ ઘરના બે સગા માસૂમ ભાઈ-બહેનનું મોત નિપજ્યું છે. બાળકો માટે કાર રમવા માટે મુકી દેતા માતા-પિતા માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે. કારણકે, આ કિસ્સામાં બે બાળકો કારમાં રમી રહ્યાં હતાં. અચાનક રમતા-રમતા કાર અંદરથી લોક થઈ ગઈ. કાર લોક થઈ જવાના કારણે કારમાં પ્રોપર ઓક્સિજન પહોંચ્યું નહીં અને શ્વાસ રુંધાવાને લીધે માસૂમ બાળકોનું મોત નિપજ્યું.

રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલાં તળાજા તાલુકાનો આ બનાવ છે. તળાજાના પાવઠી ગામે આ કરુણ ઘટના બની છે જેમાં એક જ ઘરના બે સગા ભાઈ-બહેને જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે હાલ આ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બે માસૂમ સગા-ભાઈ બહેનના મૃત્યુંથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે. આ કરૂણ ઘટનાને પગલે હાલ સમગ્ર ગામ પણ શોકમાં ગરકાવ થયું છે. મૃતકોમાં એક 4 વર્ષીય હિત અને એક 6 વર્ષીય તન્વી નામના બાળકો હોવાનું જાણવા મળ્યું હતું.

પાવઠી ગામે બે નાના ભાઈ બહેન બપોરે રમતા હતા. ત્યારબાદ સાંજ સુધી નહીં મળતા માતા પિતાએ શોધખોળ કરી હતી. ત્યારે આ બંને બાળકો ઘર આંગણે પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યા હતા. બાળકોની સ્થિતિ જોઈને તાત્કાલિક તેમને તળાજા તાલુકાની રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બાદ પાવઠી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

નાના બાળકોના માતા-પિતાઓ માટે કરૂણ પણ ચેતવણીભર્યો એક કિસ્સો છે. ઘરની કારની ચાવી બાળકો સુધી ના જાય કે કારમાં બાળકો એકલા રમતા હોય ત્યારે તેની નજર સમક્ષ કોઈએ રહેવું જરૂરી બની જાય છે. આ પહેલી ઘટના નથી આ અગાઉ પણ ગુજરાતમાં આજ પ્રકારે કારમાં રમતા-રમતા કાર લોક થઈ જવાને કારણે બાળકોનું ગૂંગળામણથી મોત નિપજ્યું હતું. જેથી હવે માતા-પિતાએ પણ ચેતી જવાની જરૂર છે. બાળકોના હાથમાં કારની ચાવી ન આવે અને તેમનું સતત ધ્યાન રાખવાની જરૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now