Home Agriculture Red Banana Farmer Agriculture Income Health Production Government Gujarat Offbeat

લાલ કેળા બનાવશે લખપતિ : સ્વાસ્થ્ય અને આવક માટે ઉત્તમ છે લાલ કેળાની ખેતી, દર મહિને ખાતામાં આવશે અઢળક રૂપિયા!

લાલ કેળા બનાવશે લખપતિ
Published by: OBS Bureau
Last Updated: Feb 03, 2025, 06:16 AM IST

અત્યાર સુધી તમે કેળાનો રંગ પીળો જ જોયો હશે. પરંતુ તમને ખ્યાલ નહીં હોય કેળા લાલ રંગના પણ હોય છે. જે પીળા કેળા કરતા વધુ ફાયદાકારક છે...જો તમારે દર મહિને 50 હજારની આવક મેળવવી હોય તો લાલ કેળાની ખેતી ઉત્તમ વિકલ્પ છે..ન માત્ર કમાણી પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ લાલ કેળાની ખેતી ખુબ જ ફાયદાકારક છે.
ક્યાં થાય છે લાલ કેળાની ખેતી?
પહેલાં લાલ કેળાની માત્ર ઓસ્ટ્રેલિયામાં જ ખેતી થતી હતી. પરંતુ ધીરે ધીરે અન્ય દેશમાં પણ તેની ખેતીનો ક્રેઝ વધવા લાગ્યો. હવે લાલ કેળાની અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ અને મેક્સિકોમાં પણ તેની ખેતી થાય છે. આ સિવાય ભારતમાં પણ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કેરળના ખેડૂતો લાલ રંગના કેળાની ખેતી કરે છે.
સ્વાસ્થ્ય માટે આશીર્વાદ સમાન છે લાલ કેળા
લાલ કેળું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. લાલ કેળામાં બીટા કેરોટીન હોવાથી તે આંખના કોષો માટે સારું માનવામાં આવે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. જેમનું બ્લડ પ્રેશર વધે છે તેમણે લાલ કેળાનું સેવન કરવું જોઈએ. કારણ કે લાલ કેળામાં પોટેશિયમ હોય છે. આ ઉપરાંત લાલ કેળામાં મેગ્નેશિયમ, વિટામિન બી6 અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જેના લીધે તેની બજારમાં ખુબ જ ડિમાન્ડ હોય છે.
લાલ કેળામાં ખર્ચ અને આવક કેટલી થાય છે?
સામાન્ય રીતે એક એકરમાં લાલ કેળાની ખેતી કરવી હોય તો 50થી 80 હજાર જેટલો ખર્ચ થાય છે...જેમાં સરકાર તરફથી મળતી સબસિડીનો પણ ખેડૂતો લાભ લઈ શકે છે...જેની સામે એક એકરમાં 15થી 20 ટન ઉત્પાદન મળે છે..લાલ કેળાના એક કિલોના બજારમાં 50થી 100 રૂપિયા ભાવ મળી રહે છે...જેથી એક એકરમાં ખેતી કરી દર મહિને 50થી 70 હજાર રૂપિયાની ખેડૂતોને આવક થઈ શકે છે. જ્યારે વર્ષમાં 8 લાખથી વધુની આવક થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now