Home Business Rbi Instructed Banks To Call From Particular Number

RBIનો મોટો નિર્દેશ : બેંકને આપ્યો આદેશ, માત્ર આ જ નંબરથી ગ્રાહકોને કરો કોલ

RBIનો મોટો નિર્દેશ
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 02:59 PM IST

આજકાલ ફોનથી અને ડિજિટલી થતી છેતરપિંડીના કેસ ખૂબ જ વધી ગયા છે. જેનાથી બચવું ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના ફોન એવા હોય છે, જેમાં તમને લાગે છે કે તે ખરેખર અસલી છે અને બેંક તરફથી જ આવ્યા છે. પરંતુ તેની સત્યતા કાંઈક અલગ હોય છે. તે તમને ઠગીને પૈસા પડાવવાના આશયથી આવે છે. આ વચ્ચે આવા પ્રકારની ઠગાઈથી લોકોને બચાવવા માટે રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ બેંકને મહત્વના નિર્દેશો આપ્યા છે. જેમાં ખાસ કરીને બેંકો ગ્રાહકોનો ફોન કરવા માટે જે નંબરનો ઉપયોગ કરે છે, તેના માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે.

RBIની બેંકોને સૂચના
રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને એવું કહ્યું છે કે, તેઓ 140 સિરીઝ વાળા નંબરનો જ ઉપયોગ લોકોને ફોન કરવા માટે કરે. જેથી લોકોને ખબર પડે કે, આ ફોન ખરેખર બેંકમાંથી આવ્યો છે અને તેમની સાથે કોઈ છેતરપિંડી નથી થઈ રહી. RBIનું માનવું છે કે, આવુ કરવાથી છેતરપિંડી ઓછી થશે.

બેંકોને જારી કરાયેલા એક પરિપત્રમાં, RBIએ તેમને યોગ્ય વેરિફિકેશન પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટ કરવા અને કેન્સલ થયેલા મોબાઈલ નંબરો સાથે જોડાયેલા એકાઉન્ટ્સનું મોનિટરિંગ વધારવા માટે કહ્યું છે, જેથી લિંક્ડ એકાઉન્ટ્સને છેતરપિંડીથી બચાવી શકાય.

RBIએ આ નવા નિર્દેશો લાગૂ કરવા માટે બેંકોને એક નિયત તારીખ પણ આપી દીધી છે. 31 માર્ચ 2025 પહેલા તમામ બેંકોએ આ આદેશનું પાલન કરવાનું છે. જેનાથી ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now