Home Sports Ravi Shastris Advice To Kohli And Rohit

શાસ્ત્રીની સલાહ : રોહિત અને વિરાટને આ દિગ્ગજ ક્રિકેટરે આપી સલાહ,ક્રિકેટમાં દેખાવ સુધારવા માટે કહ્યું આવું...

શાસ્ત્રીની સલાહ
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2025, 06:00 AM IST

ઓસ્ટ્રેલિયા સામે ભારતે ટેસ્ટ ક્રિકેટમાં જે રીતે હાર મેળવી તે બાદ દિગ્ગજ ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીના ફોર્મ પર સતત સવાલો ઉઠી રહ્યા છે. જે બાદ તેમને ભારતના પૂર્વ મુખ્ય કોચે ખૂબ મોટી સલાહ આપી છે. જો કે આ સલાહ તેમને નહીં ગમે પરંતુ આ જરૂરી હોવાનું રવિ શાસ્ત્રીએ કહ્યું છે. તેમણે કહ્યું કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી રણજી ટ્રોફી રમીને એ સાબિત કરી શકે કે, તેમને એ ફોર્મેટમાં સફળ થવાનો જઝ્બો બરકરાર છે. રોહિત અને કોહલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં જે રીતે ફેઈલ થયા છે તે જોઈને સૌ કોઈ સવાલ ઉઠાવી રહ્યા છે. ભારતીય ટીમ સિરીઝ ગુમાવ્યા બાદ કોચ ગૌતમ ગંભીરે પણ ટોચના ક્રિકટરોના ઘરેલૂ મેચ જીતવા પર જોર આપ્યું હતું. રોહિત અને કોહલીએ રણજી ટ્રોફી રમવી જોઈએ.

શાસ્ત્રીએની સલાહ સાંભળો
શાસ્ત્રીએ કહ્યું કે, તેમની રમતમાં કોઈ કમી છે તો તેણે પાછા જવું જોઈએ અને ક્રિકેટ રમીને તેમાં સુધારો કરવો જોઈએ. જ્યારે તમે લાંબા સમય સુધી ટેસ્ટ મેચ રમ્યા છે તો બે કારણોથી સ્થાનિક ક્રિકેટ મહત્વપૂર્ણ છે. એક તો તમારે વર્તમાન પેઢીની સાથે તાલમેલ બનાવવાનું હોય છે અને બીજુ તમારે યુવાન ખેલાડીઓને વધારે સારું બનાવવા માટે યોગદાન આપી શકે છે. તેમણે કહ્યું કે, સ્પિનરોની મદદનાર પીચ પર પણ આ ટીમનો રેકોર્ડ સારો નથી. પ્રતિદ્વંદી ટીમમાં સારો સ્પિનર છે તો તમને પરેશાન કરી શકે છે.

કોહલી-રોહિતના બ્રેક પર કહ્યું આવું
ભારતીય ટેસ્ટ ટીમના ભવિષ્ય વિશે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ટીમમાં રહેવા માટે જનૂનની જરૂર હોય છે. એક 36 અને બીજો 38 વર્ષનો છે. બંનેને ખબર છે કે, તેમનામાં રમતને લઈને કેટલું જનૂન છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને કહ્યું કે, કોહલીએ ખરાબ દૌરમાંથી બહાર આવવા માટે આરામ કરવો જોઈએ. કોહલીએ 2022માં એક મહિનાનો બ્રેક લીધો હતો અને તેનો ફાયદો થયો હતો. અને એટલે જ તેમને હવે બ્રેકની જરૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now