Home Gujarat Rashtriya Ekta Diwas Parade Ips Simran Bhardwaj Guard Of Honor Pm Modi

IPS સિમરન ભારદ્વાજે આપ્યું PM મોદીને ગાર્ડ ઓફ ઓનર : ધોરાજીમાં ASPના પદ પર તૈનાત કહ્યું, અમારા માટે ગૌરવની ક્ષણ

IPS સિમરન ભારદ્વાજે આપ્યું PM મોદીને ગાર્ડ ઓફ ઓનર
Play Video
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 05:10 AM IST

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી ભવ્ય પરેડમાં ધોરાજીના ASP IPS સિમરન ભારદ્વાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપ્યો. સિમરન ભારદ્વાજે જણાવ્યું કે આ ક્ષણ માત્ર તેમના માટે નહીં, પણ સમગ્ર ગુજરાત પોલીસ માટે ગૌરવપૂર્ણ છે.

તેમણે કહ્યું કે, “આ પહેલી વાર છે જ્યારે આટલા વિશાળ સ્તરે પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 16 ટુકડીઓ અને 9 બેન્ડ યુનિટ્સ, સાથે મહિલા સવારી ટુકડીઓ પણ સામેલ છે. સૌથી વિશેષ વાત એ છે કે આ સમગ્ર પરેડનું નેતૃત્વ મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.”

પ્રધાનમંત્રીને સલામી આપવાનો અવસર IPS સિમરન ભારદ્વાજ માટે ઐતિહાસિક પળ

સિમરન ભારદ્વાજે આગળ કહ્યું, “પ્રધાનમંત્રીને આપવામાં આવનાર સલામીનું નેતૃત્વ કરવાનો મોકો મળવો, એ મારી કારકિર્દીની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંની એક છે. આ માટે અમારી ટુકડીઓએ સતત કઠોર તાલીમ લીધી છે. એકતા પરેડ માત્ર શિસ્ત અને સન્માનનું પ્રતીક નથી, પણ એ મહિલાઓના સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે.”


પરેડમાં ગુજરાતનો ગૌરવ, મહિલા નેતૃત્વનો નવો માપદંડ

આ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત પોલીસની મહિલા અધિકારીઓએ પ્રથમ વખત અગ્રણી ભૂમિકા ભજવી છે. IPS સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ ટુકડીઓએ અદભૂત સમન્વય અને શિસ્ત દર્શાવી, જે સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ બન્યું.

પરેડ દરમિયાન ઉપસ્થિત દર્શકો અને અધિકારીઓએ આ દ્રશ્યને તાળીઓથી વધાવી લીધું, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ પણ મહિલા ટુકડીઓને અભિનંદન આપ્યા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now