ફિલ્મ 'ધુરંધર 2' ની સફળતા બાદ રાકેશ બેદીને 1 કરોડ રૂપિયાનું બોનસ મળ્યાની ચર્ચા પર અભિનેતાનું મૌન તૂટ્યું
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાકેશ બેદી હાલમાં પોતાની સુપરહિટ ફિલ્મ 'ધુરંધર 2' (Dhurandhar 2) અને તેમાં નિભાવેલા 'જમીલ જમાલી' ના પાત્રને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે ફિલ્મના નિર્માતા આદિત્ય ધર અને લોકેશ ધરે રાકેશ બેદીના શાનદાર અભિનયથી ખુશ થઈને તેમને 1 કરોડ રૂપિયાનું વધારાનું બોનસ આપ્યું છે.
1 કરોડના બોનસની અફવા પર રાકેશ બેદીએ રમૂજી અંદાજમાં આપી પ્રતિક્રિયા
જોકે, આ વાયરલ સમાચાર પર રાકેશ બેદીએ પોતે પ્રતિક્રિયા આપી છે. તેમણે એક વીડિયો શેર કરીને ખૂબ જ મજાકિયા અંદાજમાં આ વાતને અફવા ગણાવી છે. રાકેશ બેદીએ કહ્યું, "ઘણા લોકો મને કહી રહ્યા છે કે મને પ્રોડક્શન હાઉસ તરફથી 1 કરોડ રૂપિયા મળ્યા છે. તો ભાઈ, એ પૈસા ક્યાં છે? કોના ઘરે રાખ્યા છે કે કોના ખિસ્સામાં છે? મને કોઈ જણાવી દો તો હું જઈને લઈ આવું, કારણ કે મારા અકાઉન્ટમાં તો હજી સુધી આવા કોઈ પૈસા આવ્યા નથી."
આ પણ વાંચો: વર્ષ 2027 ની ઈદ પર ભાઈજાનની ધમાકેદાર વાપસી | નયનતારા સાથે પહેલીવાર જોવા મળશે સલમાન ખાન | Offbeat Stories
"મારા અકાઉન્ટમાં પૈસા આવ્યા નથી" – રાકેશ બેદીએ વાયરલ સમાચારોનું કર્યું ખંડન
તેમણે વધુમાં મજાક કરતા ઉમેર્યું કે જો ભવિષ્યમાં આવા પૈસા આવશે તો તેઓ કદાચ જણાવશે અથવા નહીં પણ જણાવે, પરંતુ હાલમાં આ સમાચારમાં કોઈ તથ્ય નથી. ઉલ્લેખનીય છે કે રાકેશ બેદીને આ ફિલ્મની ફ્રેન્ચાઈઝી માટે અગાઉ 50 લાખ રૂપિયા ફી તરીકે ચૂકવવામાં આવ્યા હોવાના રિપોર્ટ્સ હતા. 'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર 3000 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે, જેના કારણે સહાયક કલાકારોને પણ મોટી રકમ મળતી હોવાની અટકળો તેજ બની હતી.





