સલમાન ખાને ઈદ 2027 કરી બુક, સાઉથના દિગ્ગજો સાથે મિલાવ્યો હાથ
બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ઈદનો તહેવાર તેના નામે જ રહેવાનો છે. સલમાન ખાને તેની આગામી ફિલ્મ માટે પ્રખ્યાત નિર્માતા દિલ રાજુ અને નિર્દેશક વંશી પૈડીપલ્લી સાથે જોડાણ કર્યું છે. આ પ્રોજેક્ટ હાલમાં SVC63 તરીકે ઓળખાય છે.
નયનતારા સાથે પહેલીવાર જોવા મળશે જોડી
આ ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની સ્ટાર કાસ્ટ છે. અહેવાલો મુજબ, સલમાન ખાન આ ફિલ્મમાં સાઉથની લેડી સુપરસ્ટાર નયનતારા સાથે સ્ક્રીન શેર કરશે. આ પહેલીવાર હશે જ્યારે આ બંને કલાકારો કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. નયનતારાએ અગાઉ શાહરૂખ ખાન સાથે 'જવાન' ફિલ્મમાં શાનદાર કામ કર્યું હતું.
આ પણ વાંચો: દીપિકા પાદુકોણની સક્સેસ સ્ટોરી | મોડલિંગથી હોલીવુડ સુધીની સફર અને ડિપ્રેશન સામેની જીત | Offbeat Stories
વંશી પૈડીપલ્લી કરશે નિર્દેશન
આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક વંશી પૈડીપલ્લી કરવાના છે. તેમણે અગાઉ વિજય થાલાપતિ સાથે 'વારિસુ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. સલમાન ખાન સાથે તેમનું આ પ્રથમ જોડાણ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સર્જે તેવી આશા છે.
રિલીઝ ડેટ અને શૂટિંગ
નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ ફિલ્મ વર્ષ 2027 ની ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ વર્ષ 2026 ના મધ્યમાં શરૂ થવાની શક્યતા છે. સલમાન ખાન હાલમાં તેના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે, પરંતુ ઈદ માટેનો તેનો આ પ્લાન અત્યારથી જ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.





