Home Entertainment Sourav Gangulys Biopic Shooting Begins This Superstar Will Play The Role Of Dada On Screen You Will Be Surprised To Know The Name

સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ શરૂ : પડદા પર 'દાદા'નો રોલ ભજવશે આ સુપરસ્ટાર, નામ જાણીને ચોંકી જશો

Rajkummar Rao Starts Shooting for Sourav Ganguly Biopic
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 02, 2026, 11:58 AM IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'દાદા' તરીકે જાણીતા સૌરવ ગાંગુલીના જીવન પર બની રહેલી બાયોપિક લાંબા સમયથી ચર્ચામાં હતી. હવે આ ફિલ્મ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવે આ ફિલ્મનું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે.

મળતી માહિતી મુજબ, ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શરૂ કરવામાં આવ્યું છે. રાજકુમાર રાવ સૌરવ ગાંગુલીના પાત્રમાં સંપૂર્ણ રીતે ડૂબી જવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી સખત મહેનત કરી રહ્યા હતા. તેમને ગાંગુલીની બેટિંગ સ્ટાઇલ, ચાલવાની રીત અને તેમના વિશિષ્ટ અંદાજને પકડવા માટે ખાસ ટ્રેનિંગ પણ લીધી છે.

સૌરવ ગાંગુલી ડાબોડી બેટ્સમેન હતા, જ્યારે રાજકુમાર રાવ વાસ્તવિક જીવનમાં જમણેરી છે. આ પાત્રને ન્યાય આપવા માટે રાજકુમારે કલાકો સુધી મેદાન પર પ્રેક્ટિસ કરી છે. ક્રિકેટના મેદાન પર ગાંગુલી જે રીતે શૉટ્સ રમતા હતા, તે જ લય પકડવા માટે તેણે ખાસ કોચની મદદ લીધી છે.

આ પણ વાંચો: Rhea Kapoor Shared The First Glimpse Of The Birth Of The Second Son At Sonam Kapoors House | જુઓ સોનમ કપૂરના નાના દીકરાની પહેલી તસવીર | Offbeat Stories

આ બાયોપિકનું નિર્દેશન એમ.એસ. ધોનીની બાયોપિક જેવી સફળ ફિલ્મો સાથે જોડાયેલા અનુભવી નિર્દેશકો દ્વારા કરવામાં આવી રહ્યું હોવાનું મનાય છે. ફિલ્મમાં ગાંગુલીના બાળપણથી લઈને ભારતીય ક્રિકેટના કેપ્ટન બનવા સુધીની અને ત્યારબાદ BCCI ના પ્રમુખ પદ સુધીની સફર બતાવવામાં આવશે. ચાહકોમાં ઉત્સાહ ક્રિકેટ અને સિનેમા પ્રેમીઓ માટે આ ફિલ્મ ખૂબ જ ખાસ છે. ગાંગુલીની પર્સનાલિટી અને તેમના વિવાદો તેમજ સફળતાઓને પડદા પર જોવા માટે લોકો આતુર છે. આ ફિલ્મ 2027 ના અંત સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now