Home Entertainment Rhea Kapoor Shared The First Glimpse Of The Birth Of The Second Son At Sonam Kapoors House

સોનમ કપૂરના ઘરે બીજા દીકરાનો જન્મ રિયા કપૂરે શેર કરી પહેલી ઝલક : સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સોનમ કપૂરના નાના દીકરાની ક્યુટ તસવીર

Rhea Kapoor shared the first glimpse of second son of Sonam Kapoor
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 01, 2026, 10:10 AM IST

સોનમ કપૂર અને આનંદ આહુજાના ઘરે ફરી એકવાર ખુશીઓનું આગમન થયું છે. અભિનેત્રી સોનમ કપૂરે ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ બીજા દીકરાને જન્મ આપ્યો છે. આ ખુશખબર સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે શેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: The Kapoor And Anand Ahuja Family Welcome Their Second Son | સોનમ કપૂરના ઘરે બીજા પુત્રનો જન્મ | Offbeat Stories

રિયા કપૂરે શેર કરી દીકરાની પહેલી ઝલક: સોનમ કપૂરની બહેન રિયા કપૂરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ખૂબ જ ક્યુટ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં રિયાએ તેના નવા જન્મેલા ભાણેજને હાથમાં પકડ્યો છે. જો કે હજુ સુધી બાળકનો ચહેરો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યો નથી, પરંતુ તેની આ ઝલક સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. રિયા કપૂરે આ પોસ્ટ સાથે અનિલ કપૂર, સુનિતા કપૂર અને આખા પરિવાર તરફથી એક હૃદયસ્પર્શી મેસેજ પણ શેર કર્યો છે. બોલિવૂડ કલાકારો જેવા કે કૃતિ સેનન અને નીના ગુપ્તા સહિત અનેક સેલેબ્સ આ પોસ્ટ પર કોમેન્ટ કરીને કપલને અભિનંદન આપી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now