Home Agriculture Rajnigandha Agriculture Farmer Subsidy Government Income Flower Expenditure Profit

આ ખેતીમાં 'ફૂલ' આવક : દરરોજ 20થી 30 હજારની આવક, સરકાર પણ આપે છે તગડી સબસિડી

આ ખેતીમાં 'ફૂલ' આવક
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 07:12 AM IST

ખેતી એક એવો વિષય છે જો યોગ્ય રીતે તપાસ કરીને કરવામાં આવે તો થોડા સમયમાં લાખોપતિ અને કરોડપતિ બનાવી શકે છે. આજના આધુનિક યુગમાં ભણેલા યુવાનો પણ હવે ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે ઓછા ખર્ચે વધુ આવક અને એ પણ નજીવા ખર્ચે મેળવવી હોય તો રંજનીગંધાની ખેતી ઉત્તમ ગણાય છે. રંજનીગંધાની ખેતીમાં સારી આવક તો થાય જ છે. પરંતુ સરકાર પણ તમને ખેતી માટે સબસિડી આપે છે.
આવક બમણી, સબસિડી તો બોનસ
રજનીગંધાની ખેતી માટે એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીનો સમય સૌથી બેસ્ટ ગણવામાં આવે છે. આ ખેતીથી ખેડૂતો દરરોજ 20થી 30 હજાર રૂપિયાની આવક મેળવી શકે છે. જેની સાથે રજનીગંધીની ખેતી કરવા સરકાર સહાય પણ આપે છે. રાજ્ય સરકારો રજનીગંધાની ખેતી કરતા નવા ખેડૂતોને એક કિલો દીઠ 24 હજાર રૂપિયાની સહાય આપે છે.
કેટલું ઉત્પાદન અને કેટલી થાય છે આવક?
જો તમે રજનીગંધાની એક એકરમાં ખેતી કરો છો તો લગભગ 1 લાખ કંદના ફૂલોનું ઉત્પાદન મળે છે. નજીકના બજાર મંદિર, ફુલોની દુકાન, લગ્ન માટે રજનીગંધાના ફૂલોના સારા ભાવ મળી રહે છે. સિઝન અને માગને ધ્યાનમાં રાખી રજનીગંધાના ફૂલના દોઢથી 6 રૂપિયા સુધીના ભાવ મળી રહે છે. જેથી ખેડૂતો એક એકરમાં રજનીગંધાની ખેતી કરી દોઢથી 6 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકે છે.
એક વાર વાવણી, વર્ષો સુધી ઉત્પાદન!
રજનીગંધાની ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને એકવખત રોપ્યા બાદ લગભગ 3 વર્ષ સુધી ફૂલોનું ઉત્પાદન મળતું રહે છે. જેથી દરવર્ષે વાવણીની ઝંઝટમાંથી ખેડૂતોને છૂટકારો મળે છે. સાથે રજનીગંધાના પાકમાં કોઈ રોગચાળો જોવા નથી મળતો. જેથી ખેડૂતોને ખાતર અને દવાનો ખર્ચ પણ બહુ નથી કરવો પડતો. રજનીગંધાના ફૂલની સાથે તેના તેલની પણ ખુબ જ ડિમાન્ડ રહેલી છે. જેથી આ ખેતી ખેડૂતો માટે 100 ટકા નફાની ખેતી સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now