Home Gujarat Rajkot Atul Bakery Atul Bakery Outlet In Nanavati Chowk Has Come Under Controversy At Gujarat

અતુલ બેકરી માંથી કેક ખરીદતા ગ્રાહકને થયો કડવો અનુભ : ચોકલેટ કેક નીકળી વાસી, ગ્રાહક સાથે દુકાનદારે કર્યું ઉદ્ધતાઈ ભર્યું વર્તન

અતુલ બેકરી માંથી કેક ખરીદતા ગ્રાહકને થયો કડવો અનુભ
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 10:21 AM IST

રાજકોટમાં અતુલ બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું હતું. નાણાવટી ચોકમાં આવેલ અતુલ બેકરી માંથી લીધેલી કેક ખરાબ નિકળતા વિવાદ વકર્યો હતો. બેકરીમાં વાસી કેક હોવાનો ગ્રાહકે વીડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં ગ્રાહકે આરોપ લગાવ્યો હતો કે, અતુલ બેકરીએ એક્સપાઈરી ડેટ વાળી કેક આપી હતી. નાણા પરત માંગ્યા તો ગેરવર્તન કર્યાનો ગ્રાહકે આરોપ લગાવ્યો હતો. વીડિયો વાયરલ થતા આરોગ્ય વિભાગની ટીમ અતુલ બેકરીના આઉટલેટ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આઉટલેટમાં રહેલ તમામ કેક અને વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now