Home Gujarat Rajkot Rajkot Ashadhi Beej Police Security Arrangements 8 Shobhayatra

અષાઢી બીજ નિમિત્તે રાજકોટ શહેરમાં કુલ કેટલી શોભાયાત્રા નીકળવાની છે? : જાણો પોલીસે શું કરી છે તૈયારી, સોશિયલ મીડિયામાં રખાશે બાજ નજર

Rajkot News
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2026, 12:53 PM IST

Rajkot News: પવિત્ર અષાઢી બીજના તહેવારને લઈને રંગીલું રાજકોટ ભક્તિમય માહોલમાં રંગાવા તૈયાર છે. આ વર્ષે અષાઢી બીજના પાવન અવસરે રાજકોટ શહેરમાં નાની-મોટી કુલ 8 જેટલી શોભાયાત્રાઓ નીકળવાની છે. આ ધાર્મિક ઉત્સવ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રાજકોટ શહેર પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટમાં ફૂડ વિભાગની તાબડતોબ કાર્યવાહી : 121 હોટલ-રેસ્ટોરન્ટની તપાસ; 55 કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો, 180 કિલો પસ્તી નો જથ્થો જપ્ત

શાંતિ સમિતિની બેઠક અને સોશિયલ મીડિયા પર વોચ

શોભાયાત્રાના રૂટ અને વ્યવસ્થાને આખરી ઓપ આપવા માટે રાજકોટ પોલીસ દ્વારા અગાઉથી જ વિવિધ સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, તહેવાર દરમિયાન કોઈ અફવા ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને પણ સક્રિય કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયાની ગતિવિધિઓ પર સતત નજર રાખશે.

લોખંડી પોલીસ બંદોબસ્તની વિગતો

કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે તે માટે વિશાળ સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે..

'હવે કોઈ વાતનો ડર નથી, બે વર્ષથી વીડિયો બનાવી રહી છું' : રાજકોટના 'વાયરલ દાદી' ફરી ચર્ચામાં

  • ઉચ્ચ અધિકારીઓ: 4 DCP અને 6 ACP

  • પોલીસ સ્ટાફ: 23 PI, 91 PSI અને 900થી વધુ પોલીસ કર્મીઓ

  • વધારાનું બળ: હોમગાર્ડ, SRP અને TRBના 1800થી વધુ જવાનો

ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ તમામ શહેરીજનોને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે અને તહેવારને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

તહેવાર દરમિયાન અફવાઓ અને વાંધાજનક પોસ્ટ પર રોક લગાવવા માટે રાજકોટ પોલીસના 'સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ' દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ્સ પર સતત ધ્યાન રાખવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે 4 DCP, 6 ACP, 23 PI, 91 PSI અને 900થી વધુ પોલીસ કર્મીઓ ઉપરાંત હોમગાર્ડ, SRP અને TRBના 1800થી વધુ જવાનો તૈનાત રહેશે.

અષાઢી બીજના પાવન પર્વે રાજકોટ શહેરમાં નાના-મોટા વિવિધ રૂટ પર કુલ 8 શોભાયાત્રાઓ નીકળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now