Home Gujarat Rajdeepsinh Jadeja Relieved In Amit Khunt Case

અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ જાડેજાને રાહત! : ગોંડલ કોર્ટે શરતી જામીન કર્યા મંજૂર, લાંબા સમય બાદ આવશે જેલ બહાર!

અમિત ખૂંટ કેસમાં રાજદીપસિંહ જાડેજાને રાહત!
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 02:12 PM IST

અમિત ખૂંટ આપઘાત મામલે ગોંડલ કોર્ટે આ કેસમાં અનિરુદ્ધસિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાને કોર્ટ શરતી જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ નિર્ણય પછી રાજદીપસિંહ ટૂંક સમયમાં જેલમાંથી આવશે બહાર, જે તેમના પરિવારજનો માટે રાહતના સમાચાર તરીકે આવ્યાં છે.

રાજદીપસિંહ જાડેજાને જામીન મળ્યા

આ મામલો અમિત ખૂંટના આપઘાત સાથે સંકળાયેલો હોવાથી શરૂઆતથી જ ચર્ચાનું વિષય રહ્યો છે. કોર્ટમાં બંને પક્ષોએ પોતાની દલીલો રજૂ કરી હતી, અને તમામ દલીલો સાંભળ્યા બાદ ગોંડલ કોર્ટે રાજદીપસિંહ જાડેજાને જામીન આપવા યોગ્ય માન્યો. જામીન મળતા તેઓ જેલમાંથી મુક્ત થશે.

નવેમ્બર 2025ના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો

અત્રે જણાવીએ કે, અમિત ખૂંટ આપઘાત કેસ બાદ રાજદીપસિંહ 6 મહિના ફરાર રહ્યો હતો, જે બાદ 10 નવેમ્બર, 2025ના રોજ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. બાદમાં પોલીસે રિમાન્ડ મેળવ્યા હતા બાદમાં 13 નવેમ્બરના રોજ જૂનાગઢ જેલમાં ધકેલી દેવાયો હતો. જે બાદ હવે સુનાવણી હાથ ધરાતા હવે તેના જામીન મંજૂર થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now