Parimal Nathwani Video: એશિયાટીક સિંહોએ આપણી આન-બાન અને શાન છે. કારણકે, આ સિંહો હાલ ગુજરાતમાં જ જોવા છે. ડાલામથ્થાની એક ઝલક જોવા માટે લોકો દીવાના થઈ જતા હોય છે. ત્યારે ગુજરાત માટે ગર્વની બાબત એ પણ છેકે, આ એશિયાટીક સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વખતે સિંહોની 16મી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વનવિભાગના અધિકારીઓની સાથો-સાથ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ ફિલ્ડમાં ઉતર્યા હતા. કેવી રીતે સિંહોની ગણતરી કરવામાં આવે છે તે જાણવામાં તેમણે પોતે રસ લીધો હતો.
The lion census is not just a count, it is a commitment. Joined the lion census 2025 from ground zero, reinforcing the mission to conserve India’s majestic Asiatic lions.@moefcc @GujForestDept @byadavbjp @Mulubhai_Bera #AsiaticLionCensus2025 #AsiaticLionCensus #AsiaticLion pic.twitter.com/m6Txxm7Vx6
— Parimal Nathwani (@mpparimal) May 25, 2025
ઉલ્લેખનીય છેકે, હાલ ગુજરાતમાં સિંહોની સંખ્યામાં પહેલાં કરતા વધારો થયો છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા. પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે.
પરિમલ નથવાણીએ ન માત્ર સિંહ ગણતરીમાં ભાગ લીધો, પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં આપેલા પોતાના અનુભવને સોશિયલ મીડિયામાં પણ શેર કર્યો. તેમણે એક વિડિયો પોસ્ટ કરીને લખ્યું: "સિંહ ગણતરી એ માત્ર એક આંકડાકીય અભ્યાસ નથી, પણ એ આપણા દેશના ગૌરવ સમાન એશિયાટિક સિંહોની સુરક્ષા માટે આપણી પ્રતિબદ્ધતા છે."
વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે પહેલાં સિંહો માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારી વિસ્તાર સુધી સીમિત હતા, પરંતુ હવે તેમનો વિસ્તારો ખૂબ વિસ્તરી ચૂક્યો છે. આજે એશિયાટિક સિંહો અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી જોવા મળે છે. આ એટલે છે કે સિંહોની વસતિ અને સલામતી બંને દ્રષ્ટિએ ગુજરાત રાજયે નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરિમલ નથવાણી, જે કેન્દ્રીય સંસદની પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન સંબંધી સ્થાયી સમિતિના પણ સભ્ય છે, તેમણે મેદાને જઈને ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરતા કર્મચારીઓ અને વનવિભાગના કર્મચારીઓ સાથે પણ સંવાદ કર્યો અને તેમની પ્રશંસા કરી. પરિમલ નથવાણીએ વધુમાં જણાવ્યું કે, "2025ની સિંહ ગણતરીમાં મેદાને ઉતરીને મેં સાક્ષાત અનુભવ્યું કે આપણા સિંહો માટે કરવામાં આવતી મહેનત કેટલાં પડકારભર્યા પરંતુ મહત્વપૂર્ણ છે. ચાલો આપણે સૌ મળીને આ મિશનને મજબૂત બનાવીએ." તેમનો આ અભિગમ અને સમર્પણ એ દર્શાવે છે કે દેશના વન્યજીવ સંરક્ષણમાં માત્ર સંસ્થા જ નહિ, પરંતુ વ્યક્તિગત સ્તરે પણ જાગૃતિ અને ભાગીદારી કેટલી અગત્યની છે.






