Home International Rajasthan Jaipur Serial Blast Case 2008 Terrorists Sentenced Life Imprisonment Offbeatstories

જયપુર સિરિયલ બ્લાસ્ટ કેસનો મામલો : 17 વર્ષ જુના કેસમાં 4 આતંકવાદીઓને આજીવન કેદની સજા

જયપુર સિરિયલ બ્લાસ્ટ કેસનો મામલો
Published by: OBS Bureau
Last Updated: Apr 08, 2025, 11:32 AM IST

જયપુરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ હેઠળ ચાર આંતકિઓ જેલની સજા ભોગવી રહ્યાં હતા. જે કેસમાં ચાર વિશેષ અદાલતે આંતકિઓને આજીવન કેદની સજા ફટકારી છે. 


13 મે 2008નો એ દિવસ જયપુર માટે ગોજારો હતો. કારણ કે જયપુરમાં એક પછી એક એમ આઠ બોમ્બ એકીસાથે બ્લાસ્ટ થયા હતા. જેમાં 71 જેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ જયપુરનાં ચાંદપોલ બજારમાં મંદિર પાસેથી પણ એક જીવતો બોમ્બ પણ મળી આવ્યો હતો. જેને બાદમાં નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. 


રોજ જયપુરમાં સિરિયલ બ્લાસ્ટની ઘટના બની હતી. જયપુરમાં એક પછી એક આઠ બોમ્બ બ્લાસ્ટ થયા. ચાંદપોલ બજારમાં એક મંદિર પાસે એક બોમ્બ મળ્યો હતો જેને બાદમાં નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. જેમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા હતા.


આ જયપુર સિરિયલ બ્લાસ્ટના જીવંત બોમ્બ કેસમાં ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જેમાં જયપુરની વિશેષ અદાલતે સૈફુરરહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી અને શાહબાઝ અહેમદને દોષિત ઠેરવ્યા હતા અને મંગળવારે (8 એપ્રિલ) ના રોજ સજાની જાહેરાત કરી હતી. તેમજ  આ ચારેયને જયપુર બોમ્બ વિસ્ફોટ સાથે સંબંધિત આઠ અલગ-અલગ કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. બાદમાં, રાજસ્થાન હાઈકોર્ટે માર્ચ 2023માં તમામને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારે આજે 17 વર્ષ જૂના કેસમાં ફરિયાદ પક્ષે 112 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા અને કોર્ટમાં લગભગ 1200 દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેનાં પગલે મંગળવારે (8 એપ્રિલ) કોર્ટે 600 પેજમાં ચુકાદો આપ્યો અને આજીવન કેદની સજા સંભળાવી છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,