Home Gujarat Rain Will Hit Gujarat Again From Today Heavy Rain Forecast In Gujarat For 5 Days

આજથી ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા : 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આજથી ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા
Published by: OBS Bureau
Last Updated: Aug 14, 2025, 03:17 AM IST

હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ શરૂ થશે. છેલ્લા 15 દિવસથી વરસાદમાં વિરામને કારણે ગરમીમાં વધારો થયો હતો, પરંતુ હવે ખેડૂતો અને નાગરિકોને રાહત મળશે.

વિવિધ હવામાન સિસ્ટમો – અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને ઇસ્ટ-વેસ્ટ ટ્રફ – સક્રિય થતા રાજ્યમાં 14 ઑગસ્ટથી 19 ઑગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી: વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, અરવલ્લી, તાપી, ડાંગ, નવસારી, મહીસાગર, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે 16 થી 23 ઑગસ્ટ દરમિયાન પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

ખેતી માટે પાણીની જરૂરિયાત પૂરી થવાની આશા સાથે લોકો હવે ગરમીથી રાહતની રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now