Home Gujarat Rain Intensity To Increase In Gujarat From Today

આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર : એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય

આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર
Published by: OBS Bureau
Last Updated: Aug 15, 2025, 01:55 AM IST

હવામાન વિભાગે રાજ્યમાં 15થી 19 ઑગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનું જોર વધશે, કારણ કે રાજ્યમાં એકસાથે ચાર સિસ્ટમ — અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર, મોન્સૂન ઈસ્ટ અને વેસ્ટ ટ્રફ — સક્રિય થઈ છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, તાપી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

વરસાદનું પ્રમાણ અને ડેમોની સ્થિતિ
ચાલુ ચોમાસા સિઝનમાં રાજ્યમાં સરેરાશ 64%થી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ રિજીયનમાં 68.79%, પૂર્વ-મધ્ય વિસ્તારમાં 66.54%, ઉત્તર ગુજરાતમાં 66.21%, કચ્છમાં 65.13% અને સૌરાષ્ટ્રમાં 56.31% વરસાદ પડ્યો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના 206 ડેમમાંથી 52 ડેમ હાઈ એલર્ટ (70%થી 100% ભરેલા), 25 એલર્ટ પર અને 26 વોર્નિંગ પર છે.

માછીમારોને ચેતવણી
દરિયાઈ વિસ્તારોમાં ઊંચા મોજાં અને ખરાબ હવામાનને કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા IMD દ્વારા સૂચના આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now