Home Gujarat Rain Forecast In Many Area Of Gujarat Monsoon 2025

ઑગસ્ટમાં ગુજરાતને ધમરોળશે મેઘરાજા : જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી

ઑગસ્ટમાં ગુજરાતને ધમરોળશે મેઘરાજા
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 04:30 AM IST

હવામાન વિભાગના નવા અંદાજ મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદી માહોલ જોવા મળી શકે છે. શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોનસૂન ટ્રફ સક્રિય થવાથી રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શક્યતા છે. મહત્વનું છે કે 1 જૂનથી 31 જુલાઈ સુધી ગુજરાતમાં કુલ વરસાદ, ગત વર્ષની સરખામણીએ 27 ટકા વધુ નોંધાયો છે, જે મોનસૂન સીઝનની સક્રિયતાનું દ્યોતક છે.

અતિભારે વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી

જાણીતા હવામાન તજજ્ઞ અંબાલાલ પટેલ મુજબ ઓગસ્ટ મહિનામાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે સ્પષ્ટ કર્યુ છે કે ઓગસ્ટના છેલ્લાં અઠવાડિયામાં ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને મોનસૂનના આ તબક્કામાં ચેતવણીના પગલા લેવા સલાહ આપવામાં આવી છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોએ સતર્ક રહેવું જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now