ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાવાની શક્યતા છે. હવામાન વિભાગના અંદાજ મુજબ આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતા હોવાથી એલર્ટ જાહેર કરાયું છે. નવસારી, તાપી, સુરત સહિતના વિસ્તારોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. સાથે જ દરિયાકાંઠે ભારે પવનની સંભાવનાને ધ્યાનમાં રાખી માછીમારોને આગામી ચાર દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
અંબાલાલ પટેલે કરી વિશિષ્ટ આગાહી
હવામાન વિદ્વાન અંબાલાલ પટેલે જણાવ્યું કે 10 જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં નવા સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જે રાજ્યમાં વરસાદ વધારશે. તેમના જણાવ્યા પ્રમાણે:
દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પવન સાથે ઝાપટા પડી શકે છે.
ખેડૂતો માટે મહત્વની આગાહી
અંબાલાલ પટેલના દાવા મુજબ:
18 જુલાઈ પછી વરસાદ થોડો વિરામ લેશે.
22 જુલાઈ પછી હવામાનમાં મોટો પલટો આવી શકે છે.
24 થી 30 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદની શકયતા રહે છે, જે ખેડૂતો માટે ખેતરમાં વાવણી માટે મહત્વનો સમયગાળો બની શકે છે.
ગુજરાત સહિત દેશનાં 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી






