રાહુલ ગાંધીએ કોંગ્રેસની બેઠકમાં ભાષણની શરુઆત કરી. જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યુંકે, અમે સત્તામાં આવ્યા તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીશું. અમે તેલંગાણામાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી અને ઓબીસી આધારિક અનામત 42 ટકા સુધી પહોંચાડી. તેલંંગાણાએ એક ક્રાંતિકારી પગલું ભર્યુ, અને દેશને રસ્તો બતાવ્યો. અનામતની 50 ટકાની લિમીટ અને હટાવીશું અને જે શરૂાઆત અમે તેલંગાણામાં કરી તે જ અમે દિલ્લીથી આખા ભારત માટે કરીશું. ભારતની સંસ્થાઓ પર આક્રમણ થઈ રહ્યું છે. જ્યાં પર ગરીબ અને પછાત વર્ગને જગ્યા મળતી હતી, તે હવે નથી મળતી.
રાહુલ ગાંધીએ જણાવ્યુંકે, આજે સરકાર યુવાનોને કહે છે, જો તમે યુધ્ધમાં શહીદ થયા પણ જે તમે અગ્નિવીર હશો, તો તમને પેન્શન નહીં મળે, શહીદનો દરજ્જો નહીં મળી. આ ગરીબ જનરલ કાસ્ટ, આદિવાસી, ઓબીસી, દલીતોનો રસ્તો બંધ કરવાની વાત છે. અદાણીને દેશની સંપતિ આપવામાં આવી રહી છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ છે. નરેન્દ્ર મોદી અમેરિકા ગયા, તમને યાદ હશે કે તે ટ્રમ્પને ગળે મળ્યા હતા. પણ આ વખતે તે ગાયબ થઈ ગઈ. રાષ્ટ્રપિત ટ્રંપ જેમને મોદી પોતાના મિત્ર ગણાવે છે, તેમણે ઓર્ડર આપ્યો કે આ વખતે ગળે નહીં મળીયે, આ વખતે નવા ટેરિફ લગાવીશું. અને પ્રધાનમંત્રી ચૂપચાપ રહ્યા. જનતાનું ધ્યાન ભટકાવવા સંસદમાં ડ્રામા કર્યો.
રાષ્ટ્રિય અધિવેશનની બેઠક બાદ રાહુલ ગાંધીએ કાર્યકરો અને હોદ્દેદારોની હાજરીમાં જણાવ્યુંકે, દેશમાં તોફાન આવી રહ્યું છે, જેનાથી કરોડો લોકોને નુકશાન થશે. ત્યારે પ્રધાનમંત્રી કાંઈ ચૂપ છે. બાંગ્લાદેશનો રાષ્ટ્રપતિ ગમે - તેમ બોલે છે, પણ પીએમ ચૂપ છે. ક્યા ગઈ 56 ઈંચની છાતી. સંવિધાનમાં ક્યાંય નથી લખ્યુ કે હિંદુસ્તાનની તમામ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર આરએસએસનાં હોવા જોઈએ. આર.એસ.એસ. રોજ સંવિધાન પર હુમલો કરે છે. અને કોંગ્રેસ જ ભાજપની સામે લડી શકશે. બીજી કોઈ પાર્ટી આરએસએસ - ભાજપનો મુકાબલો કરી શકે તેમ નથી. કારણ કે તેમની કોઈ વિચારધારા નથી. આ વિચારધારાની લડાઈ છે.
કોંગ્રેસે ન માત્ર આઝાદીની લડાઈ લડી, પણ આરએસએસની વિચારધારા સામે પણ લડ્યા. જે દિવસે સંવિધાન લાગુ થયુ, તે દિવસે આ સંવિધાનની વિરુદ્ધ આરએસએસ એ રામલીલા મેદાનમાં આ સંવિધાનને સળગાવ્યુ હતુ. આરએસએસ એ વર્ષો સુધી તિરંગાને સલામી ન આપી. કારણ કે તેમની વિચારધારા સંવિધાનની વિરુધ્ધ છે. તેઓ લોકતંત્ર ખતમ કરવા માંગે છે. અને તમામ સંપતિ અંબાણી - અદાણીને આપવા માંગે છે. અને અમારી વિચારધારા કહે છે કે આ વિચારધારા દરેક જાત, દરેક ધર્મનો છે. આ દેશની સંસ્થાઓ કોઈ સંસ્થાની નથી.
કેટલાક દિવસ પહેલા ભાજપે લોકસભામાં વકફ બિલ પાસ કર્યુ, જે ફ્રિડમ ઓફ રિલિજિયન અને સંવિધાન પર આક્રમણ છે. તેમના મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં લખે છે કે જે ખ્રિસ્તી કોમ છે, તેની જમીન પર આક્રમણ કરવું જોઇએ. પછી તેઓ શીખોની પાછળ આવશે. જે સંવિધાનની વિરુધ્ધ છે. અમે ઇચ્છીએ છીએ કે દરેક કોમ્યુનિટી, ભાષા, સમાજને દેશમાં સન્માન મળે. આ દેશ તમામ લોકોને છે. અને દરેક ધર્મ, જાતિને આ દેશમાં ફાયદો મળે.
ટીકારામ જુલી અમારા રાજસ્થાનનાં સીએલપી છે. તેમના મંદિર ગયા બાદ ભાજપનાં નેતાઓએ મંદિરને ધોવડાવ્યુ. એક દલિત વ્યક્તિને મંદિરમાં જવાનો અધિકાર નથી આપતા, અને જ્યારે જાય ત્યારે મંદિર ધોવડાવે છે. જે અમારો ધર્મ નથી. અમારો ધર્મ એ છે કે દરેક વ્યક્તિનો આદર કરે, તેમને સન્માન આપે.






