Home International Puvarati Village Of Chattisgarh State Recieves Television From The First Time Since Freedom

એક ભારત આવું પણ! : આઝાદીના 76 વર્ષ બાદ આ ગામમાં આવ્યું TV, સોલાર પાવરથી બતાવાયું દુરદર્શન જુઓ બાળકોના રિએક્શન

એક ભારત આવું પણ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2024, 09:28 AM IST

છત્તીસગઢના સુકમા જિલ્લાના પુવારતી ગામમાં અધિકારીઓ પહોંચે છે. અધિકારીઓના આદેશ પર સોલાર પેનલ લગાવવામાં આવે છે. ગામના લોકો આ કાર્યવાહીને આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યા હતા. અધિકારીઓએ સોલાર પેનલ સાથે બેટરી, સેટઅપ બોક્સ અને ટીવી લગાવ્યું. આ નવું અને પાતળું ટીવી જોઇને ગ્રામજનો ટીવીને જોતા જ રહી ગયા. કારણ કે છત્તીસગઢના પુવારતી ગામમાં હજી સુધી કોઇએ ટીવી જોયું ન હતું. જૂના ડબ્બાવાળા ટીવી પણ જોયા ન હતા. ત્યારે ગામમાં પહેલું LCD ટીવી લગાવાતાં બાળકો સાથે મોટેરાઓએ પણ ટીવી જોયું. ટીવી પર દુરદર્શન શરૂ કરાયું અને બાળકો ટીવી સામે જ જોતા રહ્યા. 

દેશમાં સૌ પ્રથમ TV પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં રાજધાની દિલ્લીમાં કરવામાં આવ્યું.  જો કે દિલ્લીથી સુકમાના પુવારકતી ગામ સુધી પહોંચવામાં ટેલિવિઝનને 65 વર્ષ લાગી ગયા. પુવારતી ગામ છત્તીસદગઝના દક્ષિણી વિસ્તારમાં છેવાડાનું ગામ છે. દાયકાઓ સુધી નક્સલવાદના આછોયામાં રહેલા આદિવાસી સમૂદાય દેશના સમૂદાયી વિકાસની રેસમાંથી પાછળ રહી ગયું. નક્સલવાદીઓની અતિવાદી માનસિકતાને કારણે છત્તીસગઢનો આ વિસ્તાસ દાયકાઓ સુધી ટેક્નોલોજી, શિક્ષણ અને સુગમતાના મુદ્દે 18મી સદીમાં જ રજીવી રહ્યો હતો. જો કે કેન્દ્ર સરકારના સતત પ્રયાસો થકી છેવાડાના લોકોને નવી તકો, ટેક્નોલોજી અને કનેક્ટિવિટી ક્ષેત્રે લયબદ્ધ બની રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં છત્તીસગઢની આ તસવીરને લોકો બિરદાવી રહ્યા છે. 



joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now