પંજાબના વિવાદાસ્પદ પાદરી બજિન્દર સિંહની મુશ્કેલીઓ વધી રહી છે. મોહાલીની પોક્સો કોર્ટે એક મહિલા સાથે દુષ્કર્મ અને બળાત્કારના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે, જેમાં પાદરીને દોષી ઠેરવવામાં આવ્યા છે. મોહાલીની પોક્સો કોર્ટે જીરકપુર યૌન શોષણ અને બળાત્કાર કેસમાં પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવ્યા છે. આ કેસ 2018માં નોંધાયો હતો.
Mohali court pronounces Pastor Bajinder Singh guilty in a 2018 sexual harassment case. Pronouncement of sentence on punishment on 1st April.
— ANI (@ANI) March 28, 2025
1 એપ્રિલે કોર્ટ વિવાદાસ્પદ પાદરીને સજા સંભળાવશે. બજિન્દર સિંઘ અન્ય 6 આરોપીઓ સાથે પોક્સો કોર્ટમાં હાજર થયો હતો, જ્યાં પાંચ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે પાદરી બજિન્દર સિંહને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.






