Home International Punjab Ex Deputy Cm Sukhbir Badal Attacked By Unknown Man

ગોલ્ડન ટેમ્પલ પાસે ફાયરિંગ : પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીર સિંહ બાદલની હત્યાનો પ્રયાસ

ગોલ્ડન ટેમ્પલ પાસે ફાયરિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 04, 2024, 05:36 AM IST

પંજાબના પૂર્વ ડેપ્યુટી CM અને અકાલી દળના સુપ્રીમો સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો કોશીશ થયા બાદગ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચ્યો છે. અમૃતસરના ગોલ્ડન ટેમ્પલના દરવાજા પાસે તેઓ સેવા કરી રહ્યા હતા તે દરમ્યાન અજાણ્યા શખ્સે બંદૂક કાઢી તેમના પર ફાયરિંગ કરવાની કોશીશ કરી હતી. જો કે હુમલામાં તેમનો બચાવ થયો છે.શ્રી અકાલ તખ્ત સાહિબની તરફથી જાહેર કારાયેલા ધાર્મિક દંડને અનુસરી તેઓ 2 ડિસેમ્બરે સેવા કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યો શખ્સ તેમની તરફ આગળ વધ્યો અને પિસ્ટલ કાઢી સુખબીર સિંહ બાદલ પર ફાયરિંગની કોશીશ કરી હતી. જો કે ઘટનાસ્થળે હાજર લોકોએ હુમલાખોરને દબોચી લેતાં તેમનો બચાવ થયો.


આરોપી કસ્ટડીમાં, ન્યાય વ્યવસ્થા પર સવાલ 

પૂર્વ ડેપ્યુટી CM બાદલ પર હુમલાની આ ઘટના બાદ લોકોએ આરોપી પાસેથી પિસ્ટલ જપ્ત કરી પોલીસને સોંપી દીધો હતો. ઘટનાની જાણ થતાં અમૃતસર પોલીસે આરોપીનો કબજો લઇ સમગ્ર હુમલાની તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ નારાયણ સિંહ ચૌરા હોવાનું સામે આવ્યું છે. બાદલ મંગળવારથી અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારાની બહાર ચોકીદારી કરવાની સજા કાપી રહ્યા છે. તેઓ મંગળવારે બપોરે વ્હીલચેર પર ગુરુદ્વારા પહોંચ્યા હતા. તેમના ગળામાં દોષિત હોવાની  તખ્તી પણ લટકેલી છે. 

જો કે પંજાબમાં છેલ્લા થોડા સમયથી અમૃતસરમાં લૂંટ અને હત્યાઓની ઉપરાછાપરી ઘટનાઓને લઇ પંજાબમાં ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યા છે. તેવામાં અકાલી દળના નેતાની જ હત્યાની કોશીશ કરવામાં આવતાં કાયદો અને ન્યાય વ્યવસ્થા સાથે રાજકારણ પણ ગરમાયું છે. 

 




joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર
પીએમ મોદીની શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત
'ભારત અન્ય ભાગીદારો જેવું નથી, તે એક ઉભરતી મહાશક્તિ છે'
ઈરાનમાં ક્યારે આવશે સત્તા પરિવર્તન?
યુદ્ધના સંકટ વચ્ચે ભારતે 1000 મેટ્રિક ટન ચોખા આ દેશને મોકલ્યા