Ketan Agarwal and Siya Goyal : આજના સમયમાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી હૃદય કંપાવી દેતી ઘટનાઓ સતત સામે આવી રહી છે. ક્રાઈમ ડાયરીમાં સિમરન અને સોનમ જેવા કિસ્સાઓ બાદ હવે સિયા નામની યુવતીનો એક એવો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેને જાણીને કદાચ કોઈ પણ વ્યક્તિ હચમચી જશે. પુણેના લોહાગઢ કિલ્લામાં પોતાના જ મંગેતર કેતન અગ્રવાલને ધક્કો મારીને મોતને ઘાટ ઉતારનારી આ યુવતીએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે મંગેતરને મોતના મુખમાં ધકેલી દીધા બાદ સિયાએ સોશિયલ મીડિયા પર દુઃખનો એવો ડ્રામા રચ્યો હતો કે શરૂઆતમાં કોઈને પણ તેના પર શંકા ન ગઈ. જોકે, પાપનો ઘડો ભરાતા આખરે સત્ય સામે આવી જ ગયું છે.
જન્મદિવસ પર ભયાનક કાવતરૂં
આ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો, સિયાનો જન્મદિવસ 19 જૂનના રોજ આવે છે. આ ખાસ દિવસની ઉજવણી કરવાના બહાને તે 18 જૂનના રોજ તેના મંગેતર કેતન અગ્રવાલ સાથે લોહાગઢ કિલ્લા પર ફરવા માટે ગઈ હતી. કેતનને એ વાતની સહેજ પણ કલ્પના નહોતી કે જેને તે પોતાની જીવનસાથી માનતો હતો, તે તેનો જીવ લેવા માટે પ્લાનિંગ કરીને આવી છે. કિલ્લા પર પહોંચ્યા બાદ સિયાએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કેતનને સહેજ પણ સંભાળવાની તક આપ્યા વિના 400 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. શરૂઆતમાં આ કાળજુ કંપાવી દે તેવી ઘટનાને માત્ર એક આકસ્મિક દુર્ઘટના અને પગ લપસવાનો કિસ્સો ગણવામાં આવતો હતો, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં આ એક પૂર્વયોજિત અને ક્રૂર હત્યા હોવાનું સાબિત થયું છે.
આ પણ ખાસ વાંચો : પ્રેમી સાથે મળી મંગેતરનો હત્યાકાંડ : 5 મોટી ભૂલો અને 238 કલાકના કોલ રેકોર્ડથી ખુલ્યું કેતન અગ્રવાલની હત્યાનું રહસ્ય
સોશિયલ મીડિયા પર ખોટો શોક
કેતનની હત્યા કર્યાના ગણતરીના કલાકોમાં જ સિયાએ પોતાની જાતને નિર્દોષ સાબિત કરવા અને પરિવારની સહાનુભૂતિ મેળવવા માટે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરીમાં તેણે કેતનના મોત પર ઊંડો શોક વ્યક્ત કરવાનો ઢોંગ કર્યો હતો. સિયાએ સ્ટોરીમાં લખ્યું હતું કે, "તે મને મારા જન્મદિવસ પર જ એકલી છોડી દીધી. તે મને ત્યારે છોડી જ્યારે આપણા ખૂબ જ જલ્દી લગ્ન થવાના હતા. મને હજુ સુધી એ સમજાતું નથી કે તે મારી સાથે આવું કેમ કર્યું. હું તને આટલો બધો પ્રેમ કરતી હતી તો પણ તે મને કેમ છોડી દીધી? ભગવાન તમારી આત્માને શાંતિ આપે." એટલું જ નહીં, આ સ્ટોરીમાં તેણે કેતનની કાર અને બંનેના સાથે ડાન્સ કરતા જૂના વીડિયો પણ પોસ્ટ કર્યા હતા અને નીચે લખ્યું હતું કે, "મારું દિલ જાણે છે કે તું અહીં જ છે, પ્લીઝ પાછો આવી જા." સિયાની આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ હવે પોલીસ તપાસનો એક ખૂબ જ મહત્વનો ડિજિટલ પુરાવો બની ગઈ છે.
આ પણ ખાસ વાંચો : 2004 કોલ્સ અને 238 કલાકની વાતચીત... : કેતનને ધક્કો મારનારી સિયા અને તેના બોયફ્રેન્ડ વિશે ઘણા ચોંકાવનારા રહસ્યો ખૂલ્યા
બહેનની સતર્કતાથી સત્ય બહાર આવ્યું
રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણીતા વેપારી કેતન અગ્રવાલનું 18 જૂને કિલ્લા પરથી નીચે પડવાને કારણે કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો અને શરૂઆતના ચાર દિવસ સુધી આખા પરિવારે તેને એક સામાન્ય અકસ્માત જ માની લીધો હતો. પરંતુ ઘરમાં એક એવી વ્યક્તિ હતી જેના મનને આ વાત સ્વીકાર્ય નહોતી થતી અને તે વ્યક્તિ હતી કેતનની સગી બહેન. કેતનની બહેનને સિયાના હાવભાવ અને તેની વાતો પર પ્રથમ દિવસથી જ થોડી શંકા હતી. બહેનની આ જ સતર્કતા અને સિયાને પૂછેલા કેટલાક તીખા સવાલોના કારણે આ આકસ્મિક ઘટના પાછળનું ભયાનક અને કાળું સત્ય દુનિયાની સામે આવી શક્યું છે.
આ પણ ખાસ વાંચો : કોણ છે શાતિર સિયા? : ઉદયપુરમાં ભવ્ય લગ્ન થવાના હતા પણ કરોડોની વારસદારે મોતનો ખેલ ખેલ્યો
વાતચીતમાં સિયાની પોલ ખુલી
મીડિયા રિપોર્ટ્સ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કેતનના અંતિમ સંસ્કાર પૂર્ણ થયાના 4 દિવસ બાદ સિયા જ્યારે કેતનના ઘરે સાંત્વના આપવા માટે ગઈ ત્યારે આ વળાંક આવ્યો હતો. વાતચીત દરમિયાન કેતનની બહેને તેને કિલ્લા પર બનેલી ઘટનાઓ વિશે ખૂબ જ ઝીણવટપૂર્વક પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું હતું. બહેને પૂછ્યું કે તેઓ કિલ્લામાં કઈ જગ્યા સુધી ગયા હતા, ત્યાં બંને વચ્ચે શું વાત થઈ હતી, અકસ્માત કયા ચોક્કસ સમયે થયો અને તે વખતે સિયા પોતે ક્યાં ઊભી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સિયા આ સવાલો સાંભળીને ગભરાઈ ગઈ હતી અને તેના જવાબો એટલા અસ્પષ્ટ, મેળ વગરના અને શંકાસ્પદ હતા કે પરિવારનો શક મજબૂત થઈ ગયો. પરિવારે વિલંબ કર્યા વિના તરત જ લોકલ પોલીસને આ અંગે જાણ કરી અને પોલીસે જ્યારે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે આખું કાવતરું ખુલી ગયું.
આ પણ ખાસ વાંચો : Ketan Agarwal Murder Case : એક 'હુડી'થી પોલીસે કેવી રીતે ઉકેલી કેતન મર્ડર કેસની મિસ્ટ્રી? મંગેતર સિયાએ આપ્યો હતો લોહગઢ કિલ્લા પરથી ધક્કો
મોબાઇલ કોલ ડિટેલ્સનો ચોંકાવનારો ખુલાસો
જ્યારે પોલીસે આ મામલે ટેકનિકલ તપાસ શરૂ કરી ત્યારે જે પુરાવા મળ્યા તે જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. સિયા અને તેનો પ્રેમી ચેતન છેલ્લા 3 વર્ષથી એકબીજાના સતત સંપર્કમાં હતા અને કેતન સાથે સગાઈ થયા પછી પણ તેમનો સંબંધ ચાલુ હતો. આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિનાની વચ્ચે એટલે કે માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ બંને વચ્ચે ફોન પર રેકોર્ડ બ્રેક 2004 વખત વાતચીત થઈ હતી. બંનેએ ફોન પર કુલ 238 કલાક સુધી લાંબી ચર્ચાઓ કરી હતી. આ સિવાય પોલીસનો આરોપ છે કે સામાન્ય કોલ ટ્રેક ન થાય તે માટે તેઓ અવારનવાર ફેસટાઇમ અને વોટ્સએપ કોલિંગ દ્વારા પણ આખો દિવસ સંપર્કમાં રહેતા હતા અને આ રીતે જ તેમણે કેતનની હત્યાનો આખો માસ્ટરપ્લાન તૈયાર કર્યો હતો.





