Home Gujarat Pujyapada Goswami 108 Shri Indira Betjis Resolve Fulfilled

શ્રી ઇન્દિરાબેટીજીનો પવિત્ર સંકલ્પ સફળ : વ્રજના કલ્યાણ માટે 21 વીઘા જમીનનું અર્પણ

શ્રી ઇન્દિરાબેટીજીનો પવિત્ર સંકલ્પ સફળ
Published by: OBS Bureau
Last Updated: Oct 17, 2025, 04:41 AM IST

શ્રી ઇન્દિરાબેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટે રાજસ્થાન સરકારને 21 વીઘા જમીન અર્પણ કરી, વલ્લભ પરંપરાના આધારે વ્રજમાં ભવ્ય આધ્યાત્મિક-સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણવર્ષ 2006માં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરાબેટીજીએ વ્રજના પૂંછરી નજીક 25 વીઘા જમીન ખરીદી હતી, જેનો ઉદ્દેશ્ય વ્રજવાસીઓ અને યાત્રિકોના આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે એક પવિત્ર કેન્દ્રની સ્થાપના હતી. સંકલ્પ હતો કે આ ભૂમિ પર શ્રીકૃષ્ણની લીલાઓ, જગદ્‌ગુરુ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો અને પુષ્ટિમાર્ગના ઉપદેશોનો પ્રચાર-પ્રસાર થાય.

25 વીઘા જમીન ટ્રસ્ટના નામે સ્થાનાંતરિત

તેમના જીવનકાળમાં સ્વાસ્થ્ય અને વ્યસ્તતાના કારણે આ સ્વપ્ન અધૂરું રહ્યું, પરંતુ આપની કૃપા અને પ્રેરણાથી સેવકોએ આ સંકલ્પને પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો. નવ વર્ષના અવરોધો પછી, “શ્રી ઇન્દિરાબેટીજી માનવ કલ્યાણ ટ્રસ્ટ” દ્વારા 25 વીઘા જમીન ટ્રસ્ટના નામે સ્થાનાંતરિત કરવામાં આવી, અને હવે 21 વીઘા જમીન રાજસ્થાન સરકારને વ્રજના 84 કોષ પરિક્રમા માર્ગના પુનર્જીવન માટે અર્પણ કરવામાં આવી છે.

વ્રજના પુનરુત્થાનમાં યોગદાન

રાજસ્થાન સરકારના ભવ્ય આધ્યાત્મિક-સાંસ્કૃતિક પ્રકલ્પ અંતર્ગત યાત્રિકો માટે નિવાસ, સાંસ્કૃતિક કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ થઈ રહ્યું છે. આ જમીન પર “વલ્લભાચાર્ય જીવનદર્શન ભવન”, “શ્રીકૃષ્ણવલ્લભ વાટીકા” અને “તીર્થયાત્રી નિવાસ” જેવા પ્રકલ્પો ઊભા થશે, જે પુષ્ટિમાર્ગના આદર્શોને પ્રસરાવશે.

ટ્રસ્ટનું નિવેદન

“પૂજ્યપાદ શ્રી ઇન્દિરાબેટીજીનું સ્વપ્ન વ્રજમાં શ્રીકૃષ્ણ ભક્તિ, સેવા અને સંસ્કારનું જીવંત કેન્દ્ર સ્થાપવાનું હતું. રાજસ્થાન સરકારના સહયોગથી આ પવિત્ર કાર્યમાં યોગદાન આપવું અમારું સૌભાગ્ય છે. આ જમીનનું દાન માત્ર ભૌતિક અર્પણ નથી, પરંતુ પૂજ્યપાદ જીજીના આદર્શોની પુનઃસ્થાપનાનો દૈવી સંકલ્પ છે.”

પૂજ્યપાદ જીજીના આશીર્વાદથી વ્રજમાં પુષ્ટિમાર્ગની પરંપરા, વલ્લભાચાર્યના ઉપદેશો અને લોકકલ્યાણના મૂલ્યોનો સંગમ થશે. આ પ્રકલ્પ વ્રજભૂમિમાં સેવા, ભક્તિ અને સંસ્કૃતિનું નવું પ્રભાત લાવશે. “સેવા એ જ ભક્તિ, અને ભક્તિ એ જ જીવનનો આનંદ છે”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય