Home Gujarat Provincial Pi Rashmin Desai Suspended

પ્રાંતિજ PI રશ્મિન દેસાઈ સસ્પેન્ડ : જૂથ અથડામણમાં બેદરકારી મામલે SPની કાર્યવાહી

પ્રાંતિજ PI રશ્મિન દેસાઈ સસ્પેન્ડ
Published by: OBS Bureau
Last Updated: Oct 18, 2025, 01:56 PM IST

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મજરા ગામમાં થયેલી જૂથ અથડામણના મામલે બેદરકારી દાખવવા મામલે પ્રાંતિજના પીઆઈ રશ્મિન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

એસપી પાર્થરાજસિંહ ગોહિલે આદેશ કર્યો

આ કાર્યવાહી માટે જિલ્લાના એસપી પાર્થરાજસિંહ ગોહિલે સત્તાવાર આદેશ કર્યો હતો. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મજરા ગામમાં થયેલી અથડામણ દરમિયાન સૌ જેટલા વાહનો અને મકાનોમાં તોડફોડની ઘટના બની હતી. છતાં સ્થાનિક પોલીસ દ્વારા સમયસર નિયંત્રણ ન લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.

જરૂરી પગલાં લેવામાં ઉણપ!

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અથડામણ દરમિયાન પીઆઈ રશ્મિન દેસાઈએ જરૂરી પગલાં લેવામાં ઉણપ રાખી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી પોલીસ વિભાગે તેમને ફરજ પરથી તાત્કાલિક દૂર કર્યા છે. જે સંજોગોમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ તરીકે એનઆર ઉમટે ચાર્જ સંભાળ્યો છે. પીઆઈ ઉમટની પહેલા ખેરોજ પોલીસ સ્ટેશનમાં નિમણૂક હતી, જ્યાંથી તેમની બદલી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાત સરકારનો ક્રાંતિકારી નિર્ણય
ચુંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું
સુરત સચિન GIDCમાં ભીષણ આગ
Play Video
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગણગણાટ
'ઘર કા ભેદી લંકા ઢાયે'