Home Gujarat Private College Student Commits Su In Gandhinagar

ગાંધીનગરમાં ખાનગી કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત : અચાનક ગુમ થઈ હતી અને.., પોલીસ તપાસ તેજ

ગાંધીનગરમાં ખાનગી કોલેજની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 07:23 AM IST

ગાંધીનગર શહેરના સેક્ટર-7 વિસ્તારમાં આવેલી ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા કોલેજ કેમ્પસમાં તેમજ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાર્થિનીએ કોલેજના ક્લાસરૂમમાં જઈ આત્મહત્યા કરી હતી, જે ઘટનાથી શિક્ષણ જગતમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.

વિદ્યાર્થિની અચાનક ગુમ થઈ હતી અને...

ગઈકાલે સાંજે કોલેજ કેમ્પસમાં આવેલા હોસ્ટેલમાંથી વિદ્યાર્થિની અચાનક ગુમ થઈ ગઈ હતી. તેણી મળી ન આવતા કોલેજ સંચાલન દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સાથે જ આ બાબતની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થિની ગુમ થતાં તેના પરિવારને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી, જેના પગલે પરિવારજનોએ પણ અલગ અલગ સ્થળે શોધખોળ હાથ ધરી હતી.

આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ

ઘટનાની માહિતી મળતા સેક્ટર-7 પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળનો કબ્જો લઈ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ દ્વારા દરેક સંભવિત દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાથી કોલેજના વિદ્યાર્થીઓમાં શોક અને અચંબાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાના સાચા કારણો સામે આવી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now