Home Gujarat Prime Minister Narendra Modi Received A Warm Welcome At The Airport

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એરપોર્ટ પર કર્યું ઉષ્માસભર સ્વાગત : રાજ્યપાલ,મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ હાજર રહ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એરપોર્ટ પર કર્યું ઉષ્માસભર સ્વાગત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 01:48 PM IST

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવાના છે.

વડાપ્રધાનના આગમન વેળાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, એર માર્શલ એસ. શ્રીનિવાસ, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી અને અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now