Home Automobile Price Of Maruti Cars Will Increase From February

આપની ફેવરિટ મારૂતિ કાર થઈ રહી છે મોંઘી : ફેબ્રુઆરી પહેલાં કરાવી લો બુક

આપની ફેવરિટ મારૂતિ કાર થઈ રહી છે મોંઘી
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 04:26 AM IST

વર્ષોથી ભારતીયોની પહેલી પસંદ એટલે મારૂતિ. પરંતુ હવે તો મારુતિ સુઝુકી ઈન્ડિયા પોતાની કારની કિંમતો વધારી રહી છે. મારુતિની સૌથી સસ્તી કાર Alto K10 પર પણ લગભગ 20 હજારનો વધારો થવા જઈ રહ્યો છે. મારુતિ સેલેરિયોની કિંમતમાં સૌથી વધુ વધારો થવા જઈ રહ્યો છે. આ કારની કિંમતમાં 30 હજાર રૂપિયાથી વધુનો વધારો થવા જઈ રહ્યો છે.

સૌથી સસ્તી કાર થઈ મોંઘી
મારુતિ સુઝુકીની સૌથી સસ્તી કાર Alto K10 છે. આ કારની EX-SHOWROOM કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. હવે આ કારની કિંમત પહેલી ફેબ્રુઆરીથી વધવા જઈ રહી છે. મારુતિની સૌથી સસ્તી કારની કિંમતમાં 19,500 રૂપિયાનો વધારો થશે. ના માત્ર આ કાર પરંતુ તમામ મોડલો પર વધારો થવા જઈ રહ્યો છે. જિમ્ની અને સિયાઝની કિંમતમાં માત્ર 1,500 રૂપિયાનો વધારો થઈ શકે છે.

આ કાર સૌથી મોંઘી બની છે
મારુતિના કાર્સમાં સૌથી મોંઘી કાર સેલેરિયો છે. આ કારની કિંમતમાં 32,500 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે. જ્યારે ઈન્વિક્ટોની કિંમતમાં 30 હજાર રૂપિયા સુધીનો વધારો થવા જઈ રહ્યો છે. મારુતિ ગ્રાન્ડ વિટારાની કિંમતમાં પણ 25 હજાર રૂપિયા સુધીનો વધારો થશે.

સૌથી વધુ વેચાતી કારની કિંમતમાં વધારો
મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કારમાં સ્વિફ્ટ, ડિઝાયર, બ્રેઝા, ઈકો, વેગન આર, અર્ટિગા અને બલેનો છે. નવી મારુતિ સ્વિફ્ટની કિંમત 5,000 રૂપિયા સુધી વધી શકે છે અને Dezireની કિંમત 10,500 રૂપિયા સુધી વધી શકે છે. બ્રેઝાની કિંમત 20 હજાર રૂપિયા સુધી વધી શકે છે. જ્યારે અર્ટિગાની કિંમતમાં 15 હજાર રૂપિયાનો વધારો થવા જઈ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now