Supreme Court: સુપ્રીમ કોર્ટે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ દ્વારા નિર્ધારિત સમયમર્યાદા અંગે રાષ્ટ્રપતિના પ્રશ્નો સાંભળ્યા. કોર્ટે જણાવ્યું હતું કે, "રાજ્યપાલ બિલોને મંજૂરી આપવા માટે ટાઈમલાઇન નક્કી કરી શકતા નથી. રાજ્યપાલને બિલોને રોકવા અને પ્રક્રિયા અટકાવવાનો કોઈ અધિકાર નથી."
કોર્ટે આપી જરૂરી ટિપ્પણી
મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રજૂ કરાયેલા 13 પ્રશ્નોના જવાબ આપતા બંધારણની કલમ 143 હેઠળ પોતાનો અભિપ્રાય આપ્યો. કોર્ટે જણાવ્યું હતું કે કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી કરી શકતી નથી. તમને જણાવી દઈએ કે, આમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે રાજ્ય બિલોને મંજૂરી આપવા માટે સમય મર્યાદા નક્કી કરી શકાય છે.
રાજ્યપાલ પાસે બિલ રોકવાની કોઈ સત્તા નથી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે આ કેસમાં જણાવ્યું હતું કે "ડીમ્ડ અસેન્ટનો સિદ્ધાંત બંધારણની ભાવના અને સત્તાઓના વિભાજનના સિદ્ધાંતની વિરુદ્ધ છે. ચૂંટાયેલી સરકારનું મંત્રીમંડળ ડ્રાઇવરની સીટ પર હોવું જોઈએ, કારણ કે બે લોકો ડ્રાઇવરની સીટ પર ન હોઈ શકે." કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે "રાજ્યપાલ પાસે બિલને રોકવાની અથવા પ્રક્રિયા અટકાવવાની કોઈ સત્તા નથી. તે સંમતિ આપી શકે છે, બિલને વિધાનસભામાં પરત કરી શકે છે અથવા રાષ્ટ્રપતિને મોકલી શકે છે."





















