Home Business Prepare An Effective Resume In This Way And Youll Directly Get A Job Offer

આટલું કરો તો નોકરી પાક્કી : આ રીતે તૈયાર કરો ઈફેક્ટિવ Resume, સીધી મળશે નોકરીની ઓફર

આટલું કરો તો નોકરી પાક્કી
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2025, 04:30 AM IST

જ્યારે તમે કોઈ નોકરી માટે અપ્લાય કરો છો ત્યારે સૌથી પહેલા તમારું સીવી કે રેઝ્યુમે મંગાવવામાં આવે છે. તમે જે સીવી મોકલો છો તે તમારી ફર્સ્ટ ઈમ્પ્રેશન છે. એટલે કે જો તમે તમારી પહેલી જ છાપ સારી પાડી તો તમે અડધો જંગ જીતી ગયા. તમારા સીવીમાં તમારું કામ, તમારી પર્સનાલિટી અને તમારો આત્મવિશ્વાસનો પડઘો પડવો જોઈએ. સીવીમાં તમારે જે સાચું છે એ લખવાનું છે પરંતુ કલાત્મક રીતે. જો તમે સીવીમાં ખોટા ફાંકા મારશો તો ક્યારેક તો પકડાઈ જવાના છે. એટલે આજે અમે તમને જણાવી રહ્યા છે, કેટલીક એવી ટિપ્સ જે તમને નોકરી માટે રેઝ્યુમે બનાવતા સમયે ખૂબ જ કામ લાગશે.

1. કંપનીને જાણો
તમે જે કંપનીમાં નોકરી માટે અપ્લાય કરી રહ્યા છો, તેને જાણી લેવી ખૂબ જ જરૂરી છે. કંપનીની સ્થાપનાથી માંડીને તેમાં રહેલા મુખ્ય લોકોની માહિતી મેળવી લેવી જોઈએ. જેથી તેના આધાર પર તમે તમારી આવડતને હાઈલાઈટ કરી શકો.

2. ઈન્ડસ્ટ્રીના ફોર્મેટનો અભ્યાસ કરો

દરેક ઈન્ડસ્ટ્રી માટે સીવી બનાવવાનું ફોર્મેટ અલગ અલગ હોય છે. જેને તમારી સમજવું જોઈએ અને તેના પ્રમાણે તમારી લાયકાત અને ભણતરની રેઝ્યુમેમાં હાઈલાઈટ કરવું જોઈએ.

3. તમારા અનુભવને હાઈલાઈટ કરો

તમારી સિદ્ધિઓને સંખ્યાઓ સાથે રજૂ કરો. જેમ કે "ROI 30% વધાર્યો," "25% વધુ લીડ જનરેટ કર્યો," અથવા "ખર્ચમાં 15% ઘટાડો થયો." આ આંકડાઓ તમારી સિદ્ધિઓને પ્રભાવશાળી બનાવે છે અને ભરતી કરનારને તમારી અસર સમજવામાં મદદ કરે છે.

4. કીવર્ડ્સનો ઉપયોગ કરો

આજકાલ મોટાભાગની કંપનીઓ CV ફિલ્ટર કરવા માટે Applicant Tracking Systems (ATS) નો ઉપયોગ કરે છે. તમારા સીવીમાં જોબ વર્ણન સાથે સંબંધિત કીવર્ડ્સ શામેલ કરો. યોગ્ય કીવર્ડ્સ તમારા અનુભવ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવામાં મદદ કરે છે.

5. ફોર્મેટ પર ખાસ ધ્યાન આપો
જ્યારે તમે રેઝ્યુમે બનાવો છો ત્યારે તેના ફોર્મેટ પર ખાસ ધ્યાન આપો. રેઝ્યુમે વધારે પડતું રંગીને કે ડિઝાઈન વાળું ન હોવું જોઈએ. પરંતુ જરૂર પડે ત્યાં વિઝ્યુઅલ એલીમેન્ટ્સનો તમે ઉપયોગ કરી શકો છો.

6. પ્રૂફરીડિંગ
સીવીમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે, તમારી સ્પેલિંગ કે ગ્રામરની કોઈ ભૂલ ન હોવી જોઈએ. આવી નાની મોટી ભૂલો તમારી છાપ ખરાબ કરી શકે છે. જરૂર લાગે તો સીવીનું કોઈ એક્સપર્ટ પાસે પ્રુફ રીડિંગ કારવો. જેથી તે પ્રોફેશનલ લાગે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now