Home Utilities Premium Vs Normal Petrol Know The Difference Between Regular And Power Petrol Which One Is Best For Your Car

Premium vs Normal Petrol: : પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં ભડકો! સાદા અને પાવર પેટ્રોલમાં શું છે તફાવત? જાણો તમારી ગાડી માટે કયું છે બેસ્ટ?

Premium vs Normal Petrol:
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 06:48 AM IST

Best Fuel for Car: ભારતીય ઈંધણ બજારમાં છેલ્લા 24 કલાકમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. તેલ માર્કેટિંગ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2 થી 2.35 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે, જેના કારણે હાઈ-પરફોર્મન્સ વાહનો ધરાવતા ચાલકો પર આર્થિક બોજ વધ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે સામાન્ય જનતા જે પેટ્રોલનો ઉપયોગ કરે છે તે 'નોર્મલ પેટ્રોલ' અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વધારા બાદ પ્રીમિયમ પેટ્રોલ અને નોર્મલ પેટ્રોલ વચ્ચેના ભાવનો તફાવત હવે વધુ મોટો થયો છે.

ઘણા વાહનચાલકો હંમેશા મૂંઝવણમાં હોય છે કે, શું પ્રીમિયમ પેટ્રોલ પુરાવવાથી ગાડીની એવરેજ વધે છે? અથવા શું નોર્મલ પેટ્રોલથી એન્જિન બગડી શકે છે? ખાસ કરીને જ્યારે XP95 અને પાવર પેટ્રોલ જેવા હાઈ-ઓક્ટેન ફ્યૂલ મોંઘા થયા છે, ત્યારે આ બંને વચ્ચેનો તકનીકી તફાવત અને તમારી કાર માટે કયું ઈંધણ યોગ્ય છે તે સમજવું ખૂબ જ જરૂરી છે.

શું છે ઓક્ટેન નંબર અને તેનું મહત્વ?

પેટ્રોલની ગુણવત્તા તેના 'ઓક્ટેન નંબર' (Octane Number) પરથી નક્કી થાય છે. ઓક્ટેન નંબર એ દર્શાવે છે કે ઈંધણ એન્જિનની અંદર કેટલા ઉચ્ચ દબાણનો સામનો કરી શકે છે. ઓક્ટેન નંબર જેટલો ઊંચો, એન્જિનમાં 'નોકિંગ' (ખરાબ અવાજ) એટલું જ ઓછું થશે. પ્રીમિયમ પેટ્રોલમાં ઓક્ટેનનું પ્રમાણ વધુ હોય છે, જે એન્જિનને અંદરથી સાફ રાખવામાં અને તેની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. તે ખાસ કરીને ટર્બોચાર્જ્ડ કે સ્પોર્ટ્સ એન્જિન માટે તૈયાર કરવામાં આવે છે.

ભારતમાં ઉપલબ્ધ પેટ્રોલના પ્રકારો

ભારતીય પેટ્રોલ પંપ પર મુખ્યત્વે ચાર પ્રકારના પેટ્રોલ જોવા મળે છે:

  1. નિયમિત (Normal) પેટ્રોલ: આનો ઓક્ટેન નંબર 91 હોય છે. તે સસ્તું છે અને બજારમાં મળતી 90 % સામાન્ય કાર અને બાઈક માટે એકદમ યોગ્ય છે.

  2. એક્સ્ટ્રા પ્રીમિયમ: આમાં ઓક્ટેન નંબર 91 થી 93 ની વચ્ચે હોય છે. તે એન્જિનના ઘર્ષણને ઘટાડે છે અને માઈલેજમાં થોડો સુધારો કરી શકે છે.

  3. પ્રીમિયમ પેટ્રોલ (XP95/Power): તેનો ઓક્ટેન નંબર 95 કે તેથી વધુ હોય છે. તે લક્ઝરી કાર અને નવી પેઢીના એન્જિન માટે બેસ્ટ માનવામાં આવે છે. તેનાથી એન્જિનનો અવાજ ઘટે છે અને પિકઅપ વધે છે.

  4. XP100 પેટ્રોલ: આ 100 ઓક્ટેન ધરાવતું સુપર-પ્રીમિયમ ઈંધણ છે, જે માત્ર સુપરકાર (જેમ કે ફેરારી, લેમ્બોર્ગિની) માટે વાપરવામાં આવે છે.

તમારી ગાડી માટે કયું પેટ્રોલ શ્રેષ્ઠ?

દરેક મોંઘી વસ્તુ તમારી ગાડી માટે સારી હોય તે જરૂરી નથી. તમારી કાર માટે કયું પેટ્રોલ યોગ્ય છે તે જાણવા માટે કારનું 'ઓનર મેન્યુઅલ' તપાસવું જોઈએ. જો તમારી પાસે સામાન્ય ફેમિલી કાર (જેમ કે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈની નાની કાર) છે, તો નોર્મલ પેટ્રોલ જ તેના માટે સર્વોત્તમ છે. પ્રીમિયમ પેટ્રોલ પુરાવવાથી આવી ગાડીઓમાં કોઈ ખાસ ચમત્કારિક ફેરફાર થતો નથી. પરંતુ જો તમારી પાસે મોટી એસયુવી (SUV) કે હાઈ-એન્ડ પ્રીમિયમ કાર છે, તો પ્રીમિયમ પેટ્રોલ એન્જિનના લાંબા આયુષ્ય માટે ફાયદાકારક છે.

ભાવ વધારાની સીધી અસર

નવી કિંમતો લાગુ થયા બાદ ઇન્ડિયન ઓઇલનું XP95 કેટલાક શહેરોમાં 101.80 રૂપિયાને પાર કરી ગયું છે. એચપીસીએલ (HPCL) નું પાવર પેટ્રોલ પણ મોંઘું થયું છે. નિષ્ણાતોના મતે, જે લોકો પાસે પ્રીમિયમ કાર છે તેમણે ભાવ વધારા છતાં કંપની દ્વારા સૂચવેલા હાઈ-ઓક્ટેન ફ્યૂલનો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી એન્જિનની જાળવણીમાં લાંબો ખર્ચ ન આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now