Home International Pravasi Bharatiya Divas 2026 Global Indian Diaspora Population Country Wise List

દુનિયાના કયા દેશમાં વસે છે સૌથી વધુ ભારતીયો? : ક્યાં છે સૌથી ઓછી સંખ્યા? જાણો સંપૂર્ણ વિગતો

દુનિયાના કયા દેશમાં વસે છે સૌથી વધુ ભારતીયો?
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 04:00 PM IST

ભારત દર વર્ષે આજના દિવસે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરે છે. આ દિવસ વિદેશમાં વસતા એ કરોડો ભારતીયોને સમર્પિત છે જેઓ વિશ્વભરમાં ભારતની સંસ્કૃતિ અને સોફ્ટ પાવરને મજબૂત બનાવી રહ્યા છે. ભારતનો ડાયસ્પોરા વિશ્વમાં સૌથી મોટો છે જે લગભગ દરેક ખંડમાં ફેલાયેલો છે. કેટલાક દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીયો છે તો કેટલાક દેશોમાં આ આંકડો આંગળીના વેઢે ગણાય તેટલો છે. ચાલો જાણીએ કયા દેશમાં ભારતીયોનો દબદબો છે અને ક્યાં વસે છે સૌથી ઓછા પ્રવાસીઓ.

ભારતનો વૈશ્વિક ડાયસ્પોરા

તાજેતરના આંતરરાષ્ટ્રીય આંકડાઓ મુજબ દુનિયાભરમાં ભારતની બહાર આશરે 35.4 Million લોકો વસે છે. જેમાં બે શ્રેણીઓનો સમાવેશ થાય છે:

  1. Non-Resident Indians (NRI): જેઓ ભારતીય Passport ધરાવે છે અને વિદેશમાં રહે છે. તેમની સંખ્યા આશરે 15.8 Million છે.

  2. Persons of Indian Origin (PIO): જેઓ ભારતીય મૂળના છે પરંતુ અન્ય દેશનું નાગરિકત્વ ધરાવે છે. તેમની સંખ્યા અંદાજે 19.6 Million થી વધુ છે.

કયા દેશમાં છે સૌથી વધુ ભારતીયો?

કુલ વસ્તીની દ્રષ્ટિએ United States of America (USA) આ યાદીમાં પ્રથમ સ્થાને છે. 2025-26 ના અહેવાલ મુજબ અમેરિકામાં આશરે 5.4 થી 5.7 Million ભારતીયો વસે છે. જેમાં મોટાભાગના લોકો ભારતીય મૂળના નાગરિકો છે. અમેરિકામાં Technology, Medicine, શિક્ષણ અને રાજકારણ જેવા ક્ષેત્રોમાં ભારતીયોનો પ્રભાવ સતત વધી રહ્યો છે.

સૌથી વધુ NRI ધરાવતો દેશ

જો માત્ર ભારતીય Passport ધારકોની વાત કરીએ તો United Arab Emirates (UAE) માં સૌથી વધુ 3.6 થી 3.9 Million ભારતીયો રહે છે. જે આ દેશની કુલ વસ્તીના લગભગ ત્રીજા ભાગ જેટલી વસ્તી છે. આ લોકો મુખ્યત્વે બાંધકામ, સેવા ક્ષેત્ર અને વ્યવસાય સાથે જોડાયેલા છે.

અન્ય દેશોની સ્થિતિ

અમેરિકા અને UAE પછી મલેશિયામાં 2.9 Million અને કેનેડામાં 2.8 થી 2.9 Million ભારતીયો વસે છે. Canada માં ખાસ કરીને Student Migration અને Permanent Residency ને કારણે સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. સાઉદી અરેબિયામાં પણ 2.5 થી 2.7 Million ભારતીયો વસે છે. આ ઉપરાંત UK, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા જેવા દેશોમાં પણ ભારતીય સમુદાયની સંખ્યા 1 Million થી વધુ છે.

જ્યાં ભારતીયોની સંખ્યા નહિવત છે

વિશ્વના કેટલાક દેશો એવા પણ છે જ્યાં ભારતીયોની હાજરી માત્ર નામના જ છે. Vatican City અને San Marino માં કોઈ કાયમી ભારતીય નિવાસી નથી. માઈક્રોનેશિયા જેવા ટાપુ દેશોમાં 5 થી પણ ઓછા ભારતીયો છે. Bolivia માં 50 થી 60 અને Bahamasમાં માત્ર 200થી 250 ભારતીયો વસે છે. Azerbaijan જેવા દેશોમાં પણ NRI ની સંખ્યા 1000થી ઓછી નોંધાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now