Lava Agni 4 vs Vivo T4 vs Realme P4 Pro 5G: Lava એ હાલમાં ભારતીય બજારમાં Lava Agni 4 લોન્ચ કર્યો છે, જે Vivo T4 અને Realme P4 Pro 5G સાથે સ્પર્ધા કરે છે. Lava Agni 4 માં દમદાર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે Vivo T4 અને Realme P4 Pro 5G માં પણ મજબૂત પ્રોસેસર આપવામાં આવ્યું છે. જાણો Lava Agni 4, Vivo T4 અને Realme P4 Pro 5G ના સ્માર્ટફોનની કિંમત, સ્ટોરેજ, પ્રોસેસર, બેટરી અને કેમેરા સેટઅપની માહિતી.
Lava Agni 4 vs Vivo T4 vs Realme P4 Pro 5G
કિંમત અને સ્ટોરેજ
Lava Agni 4 ભારતમાં 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹24,999 માં લોન્ચ કરવામાં આવ્યો છે.
Vivo T4 ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹20,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹22,999 છે.
Realme P4 Pro 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹22,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹25,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
Lava Agni 4 માં 1.5K રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ AMOLED ડિસ્પ્લે છે.
Vivo T4 માં 2392x1080 પિક્સેલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ સાથે 6.77-ઇંચ FHD+ ક્વાડ-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે.
Realme P4 Pro 5G માં 1280x2800 પિક્સેલ રિઝોલ્યુશન, 144Hz રિફ્રેશ રેટ સાથે 6.8-ઇંચ AMOLED ડિસ્પ્લે છે.
પ્રોસેસર
Lava Agni 4 માં MediaTek Dimensity 8350 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Vivo T4 માં Octa core Qualcomm Snapdragon 7s Gen 3 પ્રોસેસર છે.
Realme P4 Pro 5G Octa Core Qualcomm Snapdragon 7th Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Lava Agni 4 એન્ડ્રોઇડ 15 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.
Vivo T4 એન્ડ્રોઇડ 15 પર આધારિત Funtouch OS 15 પર ચાલે છે.
Realme P4 Pro 5G એન્ડ્રોઇડ 15 પર આધારિત Realme UI 6.0 પર ચાલે છે.
કેમેરા સેટઅપ
Lava Agni 4 માં OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.2 એપરચર સાથે 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો છે. સેલ્ફી માટે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
Vivo T4 માં f/1.8 એપરચર અને OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 એપરચર સાથે 2mp નો ડેપ્થ કેમેરો છે. સેલ્ફી માટે f/2.0 એપરચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
Realme P4 Pro 5G માં f/1.8 એપરચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.2 એપરચર સાથે 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો છે. સેલ્ફી માટે f/2.4 એપરચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
કનેક્ટિવિટી ઓપ્શન
Lava Agni 4 માં ડ્યુઅલ સિમ, 5G, Wi-Fi 6, OTG સપોર્ટ, બ્લૂટૂથ 5.4, GPS અને NFC સામેલ છે.
Vivo T4 માં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, GPS અને USB Type-C 2.0 પોર્ટ છે.
Realme P4 Pro 5G માં ડ્યુઅલ 5G, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને Type-C પોર્ટ સામેલ છે.
બેટરી બેકઅપ
Lava Agni 4 માં 5,000mAh ની બેટરી છે, જે 66W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Vivo T4 માં 7,300mAh ની મોટી બેટરી છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Realme P4 Pro 5G માં 7,000mAh ની બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Disclamer
ઉપર આપેલી જાણકારી ફક્ત બંને મોબાઈલની ટેક્નિકલ બાબત આધારિત છે, જે જાણકારી સંપૂર્ણ સત્ય હોવાનો offbeat stories દાવો કરતો નથી. કોઈ પણ મોબાઈલ ખરીદતા પહેલા ટેક્નીકલ એક્ષપર્ટ અથવા જાત ચકાસણી કરવી.




















